શાહિદ કપૂર હવે આ તેલુગુ રીમેક ફિલ્મમાં જોવા મળશે

November 10, 2019
 533
શાહિદ કપૂર હવે આ તેલુગુ રીમેક ફિલ્મમાં જોવા મળશે

બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કબીર સિંહની સફળતા બાદ શાહિદ કપૂર ખુબ જ જલ્દી સુપરહીટ ફિલ્મ જર્સીની હિન્દી રીમેકમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને મેકર્સે અધિકારીક જાહેરાત કરી દીધી છે. તેમના અનુસાર, શાહિદ કપૂર તેલુગુ ફિલ્મ જર્સીની હિન્દી રીમેકમાં અભિનય કરશે... હિન્દી સંસ્કરણનું નિર્દેશન ગૌતમ તિન્નનુરી દ્વ્રારા કરવામાં આવશે, જેને મૂળ તેલુગુ સંસ્કરણ પણ ભજવ્યું હતું, નાની....અલુ અરવિંદ, અમન ગીલ અને દ્વ્રારા નિર્મિત દિલ રાજુ..૨૮ ઓગસ્ટ ૨૦૨૦ રીલીઝ.

આમતો છેલ્લા ઘણા સમયથી શાહિદ કપૂર આ ફિલ્મને લઈને ચર્ચામાં હતા. કબીર સિંહની સફળતા બાદ સતત તેમનું આ ફિલ્મથી જોડાઈ રહ્યું હતું. સમાચાર હતા કે, શાહિદ કપૂરને આ ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવી રહ્યા છે. કબીર સિંહ બાદ શાહિદ કપૂર હવે માત્ર કમર્શિયલ ફિલ્મો જ સાઈન કરવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે, સાઉથ ભારતમાં ફિલ્મ જર્સીને ઘણી પસંદ કરવામાં આવી છે. બોક્સ ઓફીસ પર આ ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી. ફિલ્મ જર્સી ક્રિકેટરની આજુબાજુ જોવા મળી રહી છે. જીવનમાં દરેક જગ્યાએ ફેલ થયા બાદ ફિલ્મનો હીરો ૩૦ વર્ષની ઉમરમાં ફરીથી એક વખત પોતાની કારકિર્દીનો નવો મોડ આપતા ક્રિકેટિંગ કારકિર્દીને શરુ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મ જર્સીની હિન્દી રીમેકને લઈને જાહેરાત બાદ એ નક્કી થઈ ગયું છે કે, દિલ રાજુ, અમન ગિલ અને અલ્લુ અરવિંદના દ્વ્રારા પ્રોડ્યુસ કરશે.

વાત જો કબીર સિંહ ફિલ્મની કરવામાં આવે તો, આ ફિલ્મમાં શાહિદ કપૂર લીડ રોલમાં જોવા મળ્યા હતા. ફિલ્મમાં તેમના અપોઝીટ કિયારા અડવાણી જોવા મળી હતી. બોક્સ ઓફીસ પર આ ફિલ્મ સુપરહિત સાબિત થઈ હતી. દર્શકોને પણ આ ફિલ્મ ખુબ પસંદ આવી હતી.

Share: