એનસીપી નેતા પ્રફુલ્લ પટેલની સંપત્તિ જપ્ત થવાના અણસાર, દાઉદના અંગત ઈકબાલ મિર્ચી સાથે લીંકનો આરોપ

October 27, 2019
 1538
એનસીપી નેતા પ્રફુલ્લ પટેલની સંપત્તિ  જપ્ત થવાના અણસાર, દાઉદના અંગત ઈકબાલ મિર્ચી સાથે લીંકનો આરોપ

દેશમા મોદી સરકાર દ્વારા મની લોન્ડ્રીગ વિરુદ્ધ શરુ કરવામા આવેલા અભિયના અંર્તગત ઈડીએ ઈકબાલ મોહમ્મદ મેમણ ઉર્ફે ઇકબાલ મિર્ચીની ૩૫ પ્રોપર્ટી એટેચ કરવાની યોજના બનાવી છે. ઈકબાલ મિર્ચીને ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમના નજીકી માનવામા આવે છે. ઇડીનો દાવો છે કે ઇકબાલ મિર્ચીના નામે મુંબઈના સીજે હાઉસમાં બે ફ્લોર છે. આ ફર્મ એનસીપી નેતા અને પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલની છે.ઈડીના જણાવ્યા અનુસાર, પ્રફુલ્લ પટેલની મીલેનીયમ ડેવલોપર્સ કંપની વર્ષ ૨૦૦૬-૦૭ દરમ્યાન સીજે હાઉનમાં બની હતી. જેનો ત્રીજો અને ચોથો માળ ઇકબાલ મિર્ચીના પત્ની હાજરા ઇકબાલને ૨૦૦૭માં ટ્રાન્સફર કરવામા આવ્યા હતા. ઇડીનો દાવો છે કે જે જમીન પર સીજે હાઉસ બન્યું તેની પર મિર્ચીના કબજામા હતી. આ જમીન મીલેનીયમ ડેવલોપર્સને શંકાસ્પદ વેચી હતી. તેમાં મિર્ચીએ નાણા પણ રોક્યા હતા.

આ ઉપરાંત જાણકારી મુજબ ઈડી જલ્દીથી પ્રફુલ્લ પટેલ અને તેમની પત્ની વર્ષા પટેલને સમન્સ મોકલવાની તૈયારીમાં છે. તેમની પત્ની કંપનીમાં કો- ઓનર્સ છે. જેના લીધે બંનેની ઇડી પૂછતાછ કરી શકે છે. જો કે એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે તેમની ઇકબાલ મિર્ચી સાથે લીંક હોવાની બાબતને નકારી છે

Share: