પીએમસી બેંક કેસ: ૯૦ લાખ રૂપિયા ના નીકાળી શકતા આઘાત લાગતા ખાતાધારકનું મૃત્યુ

October 15, 2019
 428
પીએમસી બેંક કેસ: ૯૦ લાખ રૂપિયા ના નીકાળી શકતા આઘાત લાગતા ખાતાધારકનું મૃત્યુ

પંજાબ મહારાષ્ટ્ર કો-ઓપરેટીવ બેંકમા કથિત ફ્રોડના કેસમા એક સમાચાર સામે આવ્યા છે. જેમા બેંકમા જમા ૯૦ લાખ રૂપિયા નહીં નીકાળી શકવા બદલ આધાત લાગતા ખાતાધારકનું મૃત્યુ થયું છે. મૃતક સંજય ગુલાટી મહારાષ્ટ્રના ઓશિવારાના તારાપોરેવાલા ગાર્ડનમા રહેતા હતા. તેમણે પીએમસી બેંકમા ૯૦ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા પરંતુ બેંકમા ગોટાળો થયા બાદ તે નાણા નહીં ઉપાડી શકવાના લીધે આઘાત લાગતા તેમનું મૃત્યુ થયું છે.

આ કેસમા મોટી કાર્યવાહી કરતા ઈડીએ ૩૮૩૦ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. જેમા ખાનગી વિમાન અને સંપત્તિ પણ જપ્ત કરી છે. આ ઉપરાંત બેંકના સસ્પેન્ડ કરેલા એમ.ડી જોય થોમસ ૪૩૫૫ કરોડના છેતરપીંડી કેસમા જેલમાં બંધ છે. તેમની સાથે એચડીઆઈએલના પ્રમોટર રાકેશ વાઘવાન, પૂત્ર સારંગ અને બેંકના પૂર્વ ચેરમેન વરયામસિંહ પણ જેલમા બંધ છે.

પીએમસી ખાતાધારકોને બેચેની વધી રહી છે. તેમજ આરબીઆઈએ ખાતાધારકોને બાંહેધરી આપી છે. તેમજ દરરોજની ઉપાડની મર્યાદા પર નક્કી કરી દીધી છે. આ વચ્ચે ૫૧ વર્ષીય ખાતાધારક સજંય ગુલાટીનું સોમવાર હદય રોગના હુમલાથી મૃત્યુ થયું છે. તે બેંક વિરુદ્ધ કરવામા આવેલા વિરોધ પ્રદર્શનમા હિસ્સો લીધો હતો. લોકોનું કહેવું છે કે તેમનું મોત આઘાતના લીધે થયું છે.

ઉલ્લેખનીય છે કે , પંજાબ મહારાષ્ટ્ર બેંકના ૪૩૫૫ કરોડના છેતરપીંડી કાંડમા ઈડીએ મની લોન્ડ્રીગનો મામલો નોંધ્યો છે. તેમજ તેની બાદ ૧૨ જેટલી મોંધી કાર પણ જપ્ત કરી હતી. જેમાં બે રોલ્સ રોયસ, બે રેંજ રોવર અને એક બેટલી સામેલ છે. ઈડીએ મુંબઈમાં છ સ્થાનો પર છાપેમારી કરીને એચડીઆઈએલના ચેરમેન રાકેશ વાઘવાન અને તેમના પુત્ર સારંગ વાઘવાનની કારો જપ્ત કરી હતી. આ વચ્ચે ઇડીએ પંજાબ અને મહારાષ્ટ્ર કો ઓપરેટીવ બેંકના ગુમ થયેલા મુખ્ય નિર્દેશક જોય થોમસની પણ ધરપકડ કરી હતી.

Share: