જે નિયમથી ઇંગ્લેન્ડે જીત્યો હતો વર્લ્ડ કપ, હવે આઈસીસીએ કર્યો રદ

October 15, 2019
 138
જે નિયમથી ઇંગ્લેન્ડે જીત્યો હતો વર્લ્ડ કપ, હવે આઈસીસીએ કર્યો રદ

આઈસીસીએ બાઉન્ડ્રી વાળા તે નિયમને દુર કરી દીધો જેના આધારે આ વર્ષે ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાયેલ વર્લ્ડ કપ ફાઈનલ મેચનું પરિણામ નક્કી કરવામાં આવ્યું હતું અને ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવી હતી. આઈસીસીએ જણાવ્યું છે કે, તે હવે વધુ બાઉન્ડ્રી ફટકારનાર ટીમને વિજેતા જાહેરાત કરનાર નિયમનો ભવિષ્યની ટુર્નામેન્ટમાં ઉપયોગ કરવામાં આવશે નહીં.

વર્લ્ડ કપ ફાઈનલમાં ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની મેચ ૫૦ ઓવરોમાં ટાઈ રહી હતી અને ત્યાર બાદ સુપર ઓવરમાં પણ મેચ ટાઈ રહી હતી. ત્યાર બાદ નિર્ણય આ વાત પર નીકળ્યો હતો કે, કઈ ટીમે મેચમાં વધુ બાઉન્ડ્રી ફટકારી હે. અહીં ઇંગ્લેન્ડ ટીમ બાજી મારી લીધી હતી અને પ્રથમ વખત વર્લ્ડ વિજેતા બની હતી.

આઈસીસીનું મુખ્ય કાર્યકારી સમિતિએ સોમવારે નિર્ણય કર્યો છે કે, તે સુપર ઓવરના નિયમને ચાલુ રાખશે અને વધુ બાઉન્ડ્રી મારનાર નિયમને દુર કરી દેશે.

આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું છે કે, “,ક્રિકેટ સમિતિ અને સીઈસીએ આ વાત પર સહમતિ જાહેર કરી છે કે, સુપર ઓવર ઉત્સાહજનક અને રમતનો નિર્ણય કરવામાં માટે યોગ્ય છે, એટલા માટે આ વનડે અને ટી-૨૦ વર્લ્ડકપમાં બન્યો રહેશે.”

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ગ્રુપ રાઉન્ડમાં જો સુપર ઓવર ટાઈ રહેશે તો મેચ ટાઈ જ રહેશે. સેમીફાઈનલ અને ફાઈનલમાં સુપર ઓવરના નિયમોમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે કે, જ્યાં સુધી એક ટીમ જીતી જશી નથી ત્યાર સુધી સુપર ઓવર ચાલુ રહેશે.”

વર્લ્ડ કપ ફાઈનલમાં ઇંગ્લેન્ડને ન્યુઝીલેન્ડની મેચ વધુ બાઉન્ડ્રી લગાવવાના કારણે વર્લ્ડ વિજેતા જાહેર કરવામાં આવી હતી. આ નિયમની ખુબ આલોચના થઈ હતી.

Share: