રિલાયન્સ જિયોના પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં ૩૦૦ જીબી ડેટાની સાથે ફ્રીમાં મળશે આ સર્વિસ

October 15, 2020
 247
રિલાયન્સ જિયોના પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં ૩૦૦ જીબી ડેટાની સાથે ફ્રીમાં મળશે આ સર્વિસ

રિલાયન્સ જિયોએ તાજેતરમાં પોતાનો લેટેસ્ટ જિયો પોસ્ટપેડ પ્લસ પ્લાન લોન્ચ કર્યો છે. જિયોનો આ પ્લાન ૩૯૯ રૂપિયાથી શરુ થઈને ૧૪૯૯ રૂપિયા સુધી આવે છે. જિયો પોસ્ટપેડ પ્લસ પ્લાનની ખાસિયત એ છે કે, કંપની તેના બધા પ્લાનની સાથે પોપ્યુલર ઓટીટી પ્લેટફોર્મ જેવા નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝની પ્લસ હોટસ્ટારનું સબ્સક્રિપ્શન ફ્રીમાં આપવામાં આવી રહ્યું છે.

૧૪૯૯ રૂપિયા વાળો જિયો પોસ્ટપેડ પ્લસ પ્લાન : રિલાયન્સ જિયો ૧૪૯૯ રૂપિયા વાળો જિયો પોસ્ટપેડ પ્લસ પ્લાન બીલ અવધિ માટે માન્ય છે, જેમાં જિયો ૩૦૦ જીબી હાઈ-સ્પીડ ડેટા ઓફર કરી રહી છે. આ પ્લાનમાં ૩૦૦ જીબી ડેટા સમાપ્ત થયા પછી યુઝર્સને ૧૦ રૂપિયા પ્રતિ જીબી ડેટા મળશે. જિયો પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં યુઝર્સ ૫૦૦ જીબી સુધી ડેટા રોલઓવર મેળવી શકે છે. આ પ્લાનમાં ફેમેલી પ્લાન એટલે કે વધારાના સિમ કાર્ડ્સ આપવામાં આવશે નહીં.

જિયોપ્રાઈમ માટે અલગથી ભરવી પડશે ફી : જિયો પોસ્ટપેડ પ્લસ પ્લાનમાં વોઈસ કોલિંગ માટે અનલીમીટેડ મિનીટ્સ મળે છે. તેના સિવાય એસએમએસ માટે પણ કોઈ લીમીટ આપવામાં આવી નથી. જિયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રીમાં આપવામાં આવ્યું છે.

જિયોના આ પ્લાનમાં નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઈપીનું સબ્સક્રિપ્શન ફ્રીમાં મળે છે. પરંતુ યુઝર્સને જિયોપ્રાઈમ માટે અલગથી ૯૯ રૂપિયા ચુકવવા પડશે. જિયોના આ પ્લાનમાં અમેરિકા અને યુએઈમાં ફ્રી અનલીમીટેડ ડેટા અને વોઈસ કોલની સુવિધા પણ છે.

Share: