મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા નીતિન ગડકરી પ્રચારમાથી ગાયબ, શું ઠેકાણે લગાવશે

October 17, 2019
 1268
મહારાષ્ટ્ર ભાજપના કદાવર નેતા નીતિન ગડકરી પ્રચારમાથી ગાયબ, શું ઠેકાણે લગાવશે

મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીને લઈને ભાજપે તેનું સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. જો કે આ બધા શોર વચ્ચે ભારતીય જનતા પાર્ટીનો એક મોટા નેતાને ગાયબ કરવાની કવાયત ભાજપે હાથ ધરી હોવાનું સામે આવ્યું છે. આ નેતા વર્ષ ૨૦૧૪મા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મંચ પર જોવા મળ્યા હતા તે હવે આ વિધાનસભા ચુંટણીમા જોવા નથી મળતા.

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી જેવા નેતાઓને મોદી સરકારે તેમના પ્રથમ કાર્યકાળમા માર્ગદર્શક મોકલી દીધા હતા. જયારે સુમિત્રા મહાજન જેવા નેતાઓને બીજા કાર્યકાળ પૂર્વે જ ભાજપે હટાવી દીધા હતા. જયારે કલ્યાણસિંહ, કલરાજ મિશ્ર, ભગતસિંહ કોશ્યારી, આનંદી બહેન પટેલ જેવા નેતાઓને રાજયપાલની ખુરશી સુધી સમેટી લેવામા આવ્યા.

તેમજ હવે આ જ ફોર્મ્યુલા આ વખતના મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીમા જોવા મળી રહી છે . જેમાં પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેના સંઘર્ષના સમયમાંથી પસાર થનારી ભારતીય જનતા પાર્ટીના નેતા આજે પ્રદેશના રાજકીય મંચના નેપથ્ય પર નજર આવી રહ્યા છે. તેમા સૌથી મોટું નામ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું છે.

મહારાષ્ટ્રમા મહાજન અને મુંડે બાદ ભાજપનો સૌથી મોટો ચહેરો નીતિન ગડકરી છે. મહારાષ્ટ્રના જીત બાદ તે મુખ્યમંત્રી પદના દાવેદાર હતા. પરંતુ તેમને દિલ્હી બોલાવી લેવામા આવ્યા હતા. તેમજ સંપૂર્ણ પાંચ વર્ષ સુધી કેન્દ્રીય નેતુત્વ તેમને મહારાષ્ટ્રથી દુર રાખવામા સફળ પણ રહ્યું. આ ઉપરાંત આ વખતે દેવેન્દ્ર ફડનવીશ સરકારને આગળ રાખીને ટીકીટ વહેંચણી ગડકરીના સમર્થકોની ટીકીટ પણ કાપવામા આવી છે.

જેમા ગડકરીના અંગત માનવામા આવનારા ત્રણ મંત્રીઓ અને નજીકના ૯ ધારાસભ્યોની ટીકીટ કાપવામા આવી છે. નીતિન ગડકરી અને દેવેન્દ્ર ફડનવીશ બંને મહારાષ્ટ્રના વિદર્ભમાંથી આવે છે. પરંતુ ફડનવીશના મુખ્યમંત્રી બનતા પૂર્વે ગડકરીનું કદ ખાસ્સું મોટું હતું.

પરંતુ આ વખતે મહારાષ્ટ્રની ચુંટણીમા ગડકરી નજરે નથી આવી રહ્યા. ગડકરી ના તો પક્ષની પ્રચાર સામ્રગી જોવા મળે છે ના તો કોઈ સભા કે મંચ પર જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમા ગૃહમંત્રી અમિત શાહની ચુંટણી સભાઓ શરૂ થઈ છે. પરંતુ નીતિન ગડકરી જોવા નથી મળી રહ્યા.

Share: