દિવાળી ની તૈયારીઓ ની સામે ડેન્ગ્યુ નો કહેર, મંદી ની માર અને બેપરવાહ સરકાર

October 15, 2019
 660
દિવાળી ની તૈયારીઓ ની સામે ડેન્ગ્યુ નો કહેર, મંદી ની માર અને બેપરવાહ સરકાર

આજ થી ૧૫ દિવસ પછી દિવાળી છે દિવાળી ના તહેવાર ને ઉજવવા માટે હાઈ મિડલ ક્લાસ ની જનતા ની તૈયારીઓ પુર જોશ સાથે ઉત્સાહ મા હોય જ. પણ નાના વર્ગ તેમજ ગરીબ વર્ગ માટે તો દરેક વર્ષે દિવાળી નવું દેવું લઈને આવે છે માતા પિતા ને બાળકો ને ખુશ કરવા માટે પૈસા ન હોવા છતા પણ પઠાણી વ્યાજે નાણાં લાવી ને તહેવાર ઉજવવો પડે છે હાલ માં એક બીજાની દેખા દેખી વધી જવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે.

દિવાળી વેકેશન સમયે ગુજરાત ના ધનિકો ગમે તેટલા રૂપિયા ખર્ચી ને દેશ વિદેશ માં ફરવા નીકળી પડે છે અને તેમનું જોઈ ને મિડલ ક્લાસ ના પરિવારો પણ આસપાસ ના વિસ્તારો માં બજેટ મુજબ ફરે છે પણ જ્યાર થી નોટ બંદી આવી ત્યાર બાદ આર્થિક મંદી વધી રહી છે અને જે લોકો ફરવા માટે ટુર મા જતા હતા તેમાં પણ ૨૦/૩૦ ટકા નો ઘટાડો આવ્યો છે. અને પાછલા એક દોઢ મહિના થી ગુજરાત મા તાવ ના દર્દીઓ ઘેર ઘેર છે તેવું કહી શકાય છે.

સામાન્ય તાવ અને મેલેરિયા તાવ નો ઈલાજ તો ફેમિલી ડોકટર પાસે અમુક રૂપિયા મા થઈ જાય છે પણ ડેન્ગ્યુ નો તાવ હોય તો નાની હોસ્પિટલો મા પણ ૪૦૦૦૦ ચાલીસ હજાર રૂપિયા થી એક લાખ રૂપિયા સુધી નું બિલ થઈ જાય છે જે પરિવાર પાસે મેડી ક્લેમ પોલિસી નથી હોતી તે પરિવાર નું દિવાળી ના બજેટ ની સાથે સાથે સમગ્ર આવનાર એક વર્ષ નું આમ બજેટ ખોરવાઈ જાય છે ગુજરાત મા ૧૧૨ હજાર એટલે કે એક લાખ બાર હજાર લોકો ને મેલેરિયા ની અસર થઈ છે અને ડેન્ગ્યુ ના કહેર નો ભોગ ૪૯૦૦ થી વધુ લોકો બન્યા છે સાથે સાથે કમળો ચિકન ગુનિયા અને ડીપથેરિયા ની ઝપટે પણ હજારો લોકો આવી ગયા છે છતાં પણ ગુજરાત સરકાર હોય કે નરેન્દ્ર મોદી ની કેન્દ્ર સરકાર હોય બધા નેતાઓ મંત્રીઓ ને રાજ્ય કે દેશ ની સામાન્ય નાગરિકો ની સહેજ પણ ફિકર ચિંતા નથી.

પર્યાવરણ બચાઓ ની બૂમો પાડીને ખુદ ગુજરાત સરકાર પોતે ખૂંખાર આરોપી ના પિંજરા મા કહેવાય કારણ કે ગુજરાત ની ભાજપ સરકાર દ્વારા જ 5 વર્ષ મા ૬૫૧૪૦૩ વૃક્ષો નો ખો કાઢી નાખ્યો છે. ખોટા દેખાવ અને ખોટા વિકાસ બતાવવા માટે ભાજપ સરકાર દ્વારા એટલાં બધાં ઝાડ કેમ કાપી નાખવામાં આવ્યા તે સવાલ પૂછીને તકલીફ મા કોઈ પડવા નથી માંગતું.

હજી પણ ગૂજરાત મા ડબલ સીઝન ના કારણે દિવસે ગરમી રાત્રે ગુલાબી ઠંડી ને કારણે ઘેર ઘેર બીમારી ના ખાટલા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા દવાનો છંટકાવ. નો અભાવ છે પીવા ના પાણી ની ક્વોલિટી સારી ના કહેવાય TDS ની માત્રા વધારે હોય છે. અને સરકારી દવાખાનાઓ મા પૂરતી દવાઓ ના હોવાથી ગરીબ પરિવાર ના સભ્યો ને આર્થિક નુકસાન વેથી ને બહાર થી મોંઘા ભાવની દવાઓ ખરીદવી પડે છે તયારે સરકાર ને પોતાના ઉત્સવો બંધ કરી ને તે પૈસા થી દવાઓ ખરીદવી જોઈએ.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: