ટીમને હાર મળી હોવા છતાં વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ

October 16, 2020
 282
ટીમને હાર મળી હોવા છતાં વિરાટ કોહલીએ પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ

યુએઈમાં આ સમયે ઇન્ડીયન પ્રીમિયર લિંગની ૧૩ મી સીઝન ચાલી રહી છે. ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર-કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે શારજાહમાં ૩૧ મી મેચ રમાઈ હતી. આ મેચમાં ટોસ જીતી આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલીએ આ મેચ માટે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહીં અને છેલ્લી મેચની જ ટીમ ઉતારી હતી. આ મેચમાં ઉતરતા જ વિરાટ કોહલીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

વિરાટ કોહલી હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી ૨૦૦ ટી-૨૦ ક્રિકેટ મેચ રમનાર પ્રથમ ક્રિકેટર બની ગયા છે. આ આઈપીએલમાં વિરાટ કોહલીનું ફોર્મ પર આવી ચુક્યું છે જે ટુર્નામેન્ટની શરૂઆતના રાઉન્ડમાં ખૂબ જ ખરાબ હતું. તેમને અને ટીમને સપોર્ટ કરવા માટે યુએઈમાં તેમની પત્ની અનુષ્કા શર્મા પણ હાજર છે.

તમને જણાવી દઈએ કે, તેમને આ અગાઉ આરસીબી તરફથી ૧૮૪ મેચ આઇપીએલમાં રમી હતી, જ્યારે ૨૦૦૯ થી લઈને ૨૦૧૧ ની વચ્ચે ચેમ્પિયનશીપ ટ્રોફી ટી-૨૦ લીગમાં ૧૫ મેચ રમી હતી.

ગુરુવારે રમાયેલી મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ છેલ્લી મેચ વાળી ટીમ જ ઉતારી જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલે આ મેચ માટે ત્રણ ફેરફાર કર્યા હતા. તેમને મનદીપ સિંહ, પ્રભસિમરન સિંહ અને મુજીબ ઉર રહેમાનની જગ્યાએ ક્રિસ ગેલ, દીપક હુડ્ડા અને મુરુગન અશ્વિનને તક મળી હતી. વિરાટ કોહલીની આરસીબી ટીમે આ છેલ્લી સીઝનની સરખામણીમાં સારું પ્રદર્શન કર્યું છે.

આ મેચમાં આરસીબીનો હારનો સામનો કરવો પડ્યો હતો. આરસીબીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૧૭૧ રન બનાવ્યા હતા. જવાબમાં કિંગ્સ ઈલેવન પંજાબે બે વિકેટ ગુમાવી ૧૭૭ રન બનાવ્યા અને મેચ જીતવાની સાથે ૨ પોઈન્ટ પોતાના નામે કરી લીધા હતા. ક્રિસ ગેલે ૫૩, મયંક અગ્રવાલે ૪૫ અને લોકેશ રાહુલે ૬૧ રનની ઇનિંગ રમી હતી. જ્યારે, આરસીબી તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ ૪૮ રનનું યોગદાન આપ્યું હતું.

Share: