જમ્મુ કાશ્મીરમા એક જ દિવસમા જ બંધ કરવામાં આવી એસએમએસ સેવા, ૭૨ દિવસ બાદ શરુ કરાયા પોસ્ટ પેઈડ મોબાઈલ

October 15, 2019
 681
જમ્મુ  કાશ્મીરમા એક જ દિવસમા જ  બંધ કરવામાં આવી એસએમએસ સેવા, ૭૨ દિવસ બાદ શરુ કરાયા પોસ્ટ પેઈડ મોબાઈલ

જમ્મુ કાશ્મીરમા ૫ ઓગસ્ટના રોજથી બંધ મોબાઈલ સેવાને ૧૪ ઓક્ટોબરના રોજ એક વાર ફરી શરુ કરવામા આવી છે. જો કે પ્રીપેડ સેવા અને મોબાઈલ ઇન્ટરનેટ હજુ પણ બંધ છે. જેમાં જમ્મુ કાશ્મીરમા એક દિવસ બાદ એસએમએસ સેવા બંધ કરી દેવામા આવી છે. પરંતુ મોબાઈલ પોસ્ટ પેઈડ સેવા ચાલુ રહેશે.જમ્મુ કાશ્મીરમા મોબાઈલ ૭૦ લાખ યુઝર્સ છે. જેમાં સૌથી વધારે પોસ્ટ પેઈડ યુઝર્સ છે. જે ૪૦ લાખની આસપાસ છે. પરંતુ રાજયના ૩૦ લાખ પ્રીપેઈડ યુઝર્સ હજુ પણ મોબાઈલ સેવા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરમા ૫ ઓગસ્ટના રોજથી બંધ કરવામા આવેલી પોસ્ટ મોબાઈલ સેવા બાદ મોદી સરકાર વધી રહેલા ચોતરફા દબાણના પગલે મોબાઈલ સેવા સોમવાર બપોરથી પુનઃ સ્થાપિત કરવાની જાહેરાત કરવામા આવી હતી.આ અંગે સચિવ રોહિત બંસલે કહ્યું હતું કે મોબાઈલ સેવા પર પ્રતિબંધ આતંકી સંગઠન દ્વારા તેનો આતંકી પ્રવુતિમાં કરાતા વધારે પડતા ઉપયોગના લીધે મુકવામા આવ્યો હતો. તેમજ લોકોની સુરક્ષાને ધ્યાનમા રાખીને પ્રતિબંધ લગાવવામા આવ્યો હતો.આ આદેશનો અમલ કાશ્મીરના ૧૦ પ્રાંતમા લાગુ કરવામા આવશે. તેમજ મોદી સરકારે પ્રવાસીઓ પરના જમ્મુ કાશ્મીરના પ્રવાસના પ્રતિબંધને ઉપાડી લીધો છે. જેના લીધે પ્રવાસીઓ પણ હવે મોબાઈલ ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત શાળા અને કોલેજના વિધાર્થીઓ પણ કુટુંબીજનો સાથે સંપર્કમાં રહેવા માટે કરી શકશે.આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના વર્તમાન હાલતને લઈને સંયુક્ત રાષ્ટ્રે ચિંતા વ્યક્ત કરી છે. યુએન તરફથી કાશ્મીર મુદ્દે પ્રતિક્રિયા આવી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટારેસના પ્રવક્તાએ ઘાટીના વર્તમાન હાલતને પર ચિંતા વ્યક્ત કરી છે. તેમજ કહ્યું છે કે કાશ્મીરમા સંયુક્ત રાષ્ટ્ર સંઘના કેટલાક કર્મચારીઓ કામ કરી રહ્યા છે.અમેરિકાના સીનેટ ઇન્ડિયા કોકસના સહ અધ્યક્ષ અને ડેમોક્રેટિક સીનેટર માર્ક વાર્નરે કાશ્મીરના હાલત પર પ્રતિક્રિયા આપી હતી. વાર્નરે કહ્યું કે જમ્મુ કાશ્મીરમા લોકો પર લાગેલા પ્રવાસ પ્રતિબંધના લીધે લોકો નારાજ છે. તેમણે ભારત સરકારને અપીલ કરી છે કે પ્રેસ, સુચના અને રાજકીય ભાગીદારોને સ્વતંત્રતા પ્રદાન કરીને લોકતાંત્રિક સિદ્ધાંતોનું પાલન કરે.માર્ક વાર્નર કહ્યું કે ' હું સમજુ છું કે કાશ્મીરમા ભારતની સુરક્ષા સાથે જોડાયેલી ચિંતા વ્યાજબી છે. પરંતુ કાશ્મીરમા સંચાર અને લોકોની આવન જાવન પર લાગેલા પ્રતિબંધથી હું દુઃખી છું.

Share: