આરસીબી સામે ૫૩ રન બનાવવાની સાથે ક્રિસ ગેલે પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ

October 16, 2020
 324
આરસીબી સામે ૫૩ રન બનાવવાની સાથે ક્રિસ ગેલે પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ

કિંગ્સ ઈલેવન પંજાબના બેટ્સમેન ક્રિસ ગેલે આઈપીએલ સીઝન ૨૦૨૦ ની પોતાની પ્રથમ જ મેચમાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તે ટી-૨૦ ક્રિકેટમાં ચોગ્ગા અને સિક્સરની મદદથી ૧૦૦૦૦ રન બનાવનાર દુનિયાના પ્રથમ ખેલાડી બની ગયા છે. તે આ લીગમાં ૮ વર્ષ બાદ ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે ઉતર્યા હતા. આ અગાઉ વર્ષ ૨૦૧૨ માં તેમને રાજસ્થાન સામે ત્રીજા નંબર અથવા પછી તેનાથી નીચલા ક્રમ પર બેટિંગ કરી હતી. ક્રિસ ગેલ ઓપનિંગ કરે છે, પરંતુ આરસીબી સામે તે ત્રીજા નંબર પર આવ્યા હતા.

ક્રિસ ગેલે પોતાની ઇનિંગમાં પાંચ સિક્સર અને એક ચોગ્ગાની મદદથી ૪૫ બોલમાં ૫૩ રનની ઇનિંગ રમતા ટીમની જીતમાં મોટી ભૂમિકા નિભાવી હતી. ક્રિસ ગેલે અલગ અંદાજમાં બેટિંગ કરી અને પાંચ સિક્સર ફટકારી હતી. પોતાની આ ઇનિંગમાં ફટકારેલ પાંચ સિક્સર બાદ ક્રિસ ગેલના નામે ખાસ રેકોર્ડ નોંધાઈ ગયો છે. આઈપીએલ ઇતિહાસમાં હવે ક્રિસ ગેલે એવા પ્રથમ બેટિંગ છે જેને ૨૭ મી વખત કોઈ ઇનિંગમાં પાંચ અથવા તેનાથી વધુ સિક્સર ફટકારી છે.

ક્રિસ ગેલે આઈપીએલમાં અત્યાર સુધી કુલ ૧૨૬ મેચમાં ૩૩૧ સિક્સર ફટકારી છે અને આઈપીએલમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેનોની યાદીમાં પ્રથમ નંબર પર છે. બેટથી ૫૩ રનનું યોગદાન આપનાર આ અનુભવી ખેલાડીએ કહ્યું છે કે, “હું નર્વસ નહોતો. આ ‘યુનિવર્સ બોસ’ ની બેટિંગ છે, હું નર્વસ કેમ થઈ શકું છુ.

ક્રિસ ગેલ પેટમાં ઇન્ફેકશનના કારણે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા. મેચ પહેલા ટીમના ઓફીશીયલ ટ્વીટર હેન્ડલ પર શેર વિડીયોમાં તેમને કહ્યું હતું કે, રાહ સમાપ્ત થઈ ગઈ છે. આઈપીએલમાં હજુ ટીમની સફર સમાપ્ત થઈ નથી. અમે બાકી બધી મેચ જીતી શકીએ છીએ.

જયારે, કેપ્ટન લોકેસ રાહુલે કહ્યું છે કે, “શેરને ભૂખ્યા રહેવું જરૂરી છે. તે જ્યાં પણ બેટિંગ કરે છે, ખતરનાક હોય છે. તે તેને ચેલેન્જના રૂપમાં લેશે. જ્યારે તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યા ત્યારે પણ તે જ ખેલાડી હતા. તેમને આજે પોતાનું કામ કર્યું. તેને આગળ પણ ચાલુ રાખશે.”

રાહુલે આગળ કહ્યું છે કે, પોઈન્ટમાં અમારી જે સ્થિતિ હતી, તેમાં અમે ઘણી સારી સ્થિતિમાં આવી ગયા છે. મેચ ઘણી નજીક હતી. મને ખુશી છે કે, અમે અવરોધને પાર કરીને જીત્યા.

Share: