આઈપીએલમાં વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, મહેન્દ્ર સિંહ ધોનીને આ બાબતમાં છોડ્યા પાછળ

October 16, 2020
 336
આઈપીએલમાં વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, મહેન્દ્ર સિંહ ધોનીને આ બાબતમાં છોડ્યા પાછળ

આઈપીએલ ૨૦૨૦ ની ૩૧ મી મેચમાં શારજાહના મેદાન પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પંજાબની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઠ વિકેટથી હરાવી દીધું હતું. પરંતુ આ મેચમાં વિરાટ કોહલી પોતાના નામે વધુ એક રેકોર્ડ નોંધાવી દીધો હતો. આરસીબી માટે પોતાની ૨૦૦ મી મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ ૪૮ રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેની સાથે કિંગ કોહલીએ આ મેચમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

વાસ્તવમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે ૧૦ રન બનાવતા જ વિરાટ કોહલી આઈપીએલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયા છે. તેમને ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

મહેન્દ્ર સિંહ ધોનીના નામે આઈપીએલમાં કેપ્ટન તરીકે ૪૨૭૫ રન છે. જ્યારે આ યાદીમાં ત્રીજા નંબર પર કોલકાતા નાઈટ રાઈડર્સને બે વખત આઈપીએલનું ટાઈટલ જીતનાર ગૌતમ ગંભીરના નામે છે. ગૌતમ ગંભીરે કેપ્ટન તરીકે ૩૫૧૮ રન બનવ્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે વિરાટ કોહલીની આ મેચ ૨૦૦ મી મેચ હતી. તેમને આરસીબી માટે આઈપીએલમાં ૧૮૫ અને ચેમ્પિયન ટી-૨૦ લીગમાં ૧૫ મેચ રમી છે. આવી રીતે વિરાટ કોહલી એક ફ્રેન્ચાઈઝી માટે ૨૦૦ મેચ રમનાર દુનિયાના પ્રથમ ખેલાડી બની ગયા છે. વિરાટ કોહલી પહેલા દુનિયાના કોઈ પણ ખેલાડી એક ફેન્ચાઈઝી માટે ૨૦૦ મેચ રમ્યા નથી,

ઉલ્લેખનીય છે કે, આ મેચમાં આરસીબીનો હારનો સામનો કરવો પડ્યો હતો. આરસીબીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૧૭૧ રન બનાવ્યા હતા. જવાબમાં કિંગ્સઈલેવન પંજાબે બે વિકેટ ગુમાવી ૧૭૭ રન બનાવ્યા અને મેચ જીતવાની સાથે ૨ પોઈન્ટપોતાના નામે કરી લીધા હતા. ક્રિસ ગેલે ૫૩, મયંક અગ્રવાલે ૪૫ અને લોકેશ રાહુલે ૬૧રનની ઇનિંગ રમી હતી. જ્યારે, આરસીબી તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ ૪૮ રનનું યોગદાન આપ્યું હતું.

Share: