૨૦૧૯ મા કેન્દ્ર મા કોંગ્રેસ ની સરકાર હોત તો ન્યાય યોજના થકી મંદી ના હોત ૨૦૨૪ સુધી દેશ ત્રીજી આર્થિક મહા સત્તા હોત.

October 15, 2019
 400
૨૦૧૯ મા કેન્દ્ર મા કોંગ્રેસ ની સરકાર હોત તો ન્યાય યોજના થકી મંદી ના હોત ૨૦૨૪ સુધી દેશ ત્રીજી આર્થિક મહા સત્તા હોત.

૨૦૦૪ થી ૨૦૧૪ મા ડોકટર મનમોહન સિંહ દેશ ના વડા પ્રધાન તરીકે હતા ત્યારે થોડા સમયમાં જ ભારત દેશ વિશ્વ ની ત્રીજી આર્થિક મહા સત્તા સુધી પહોંચી જાત પણ ૨૦૧૪ ની લોક સભા ચુંટણી માં ભાજપ અને નરેન્દ્ર મોદીએ જનતા આગળ જુઠ્ઠો પ્રચાર કરીને તેમના દિમાગ વોશ કરી ને મત મેળવી ને કેન્દ્ર મા સરકાર બનાવી દીધી અને તેજ દિવસ થી જાણે ભારત દેશ પર આર્થિક બરબાદી ના પાયા માંડયાં હતાં હાલ દેશ બરબાદી ની સીડી ચઢી રહ્યો છે અને ક્યારે પતન ની ખાઈ માં પડશે તે કહેવાય નહી.

દેશ ને એક ધારો આર્થિક રીતે બેહાલ થતો જોઈ ને કોંગ્રેસ ના તે વખત ના અધ્યક્ષ રાહુલ ગાંધી એ પોતાની સાફ સુથરી વ્યક્તિ ગત ઇમેજ જાળવી ને જ સાવ સાચો ચુંટણી પ્રચાર કરવા માટે નું મન ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી વખતે બનાવ્યું હતું અને દેશ ની તમામ જનતા ને 2 ટાઈમ રોટલો મલી રહે તે માટે વિશ્વ ના કેટલાય અર્થ શાસ્ત્રીઓ સાથે વાત ચીત કરી હતી વિશ્વ ના અવ્વલ નંબર ના અર્થ શાસ્ત્રી ડોકટર મનમોહન સિંહે જ રાહુલ ગાંધી ને તેમ કરવા જણાવ્યું હતુ જે મુજબ ભારતીય મુળ ના અમેરિકન અર્થ શાસ્ત્રી અભિજિત બેનરજી સાથે રાહુલ ગાંધી એ પોતાના ચુંટણી ઢંઢેરા માટે દેશ આર્થિક ઉન્નતિ કરે તે માટે સલાહ માંગી હતી અને તેમની સાથે મીટીંગો નો દોર શરૂ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટી ના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધી એ ન્યાય સ્કીમ ની જાહેરાત કરી હતી જેમાં દેશ ની જનતા ને કોંગ્રેસ પાર્ટી એ જણાવ્યું હતું કે કેન્દ્ર મા કોંગ્રેસ ની સરકાર બનશે તો ન્યાય યોજના હેઠળ દેશ ના તમામ પરિવારો ને ઓછામાં ઓછા વાર્ષીક ૭૨૦૦૦ બોતેર હજાર રૂપિયા મળશે તેના કારણે દેશ ના તમામ નાગરિકો ને 2 ટાઈમ જમવાનું તો મલી રહશે જ અને દેશના લગભગ 27 કરોડ થી વધુ પરિવારો મા આ રૂપિયા નું અઠવાડિક કે માસિક ટર્ન ઓવર ચાલવાના કારણે દેશમાં જીવન જરૂરિયાત ના તમામ બજારો મા પણ ઘરાકી ચાલુ રહેશે રૂપિયો ફરતો રહેશો અને દેશમાં આર્થિક મંદી રહેશે જ નહીં અને આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશ ની ઇકોનોમિ વધારવા માટે જુઠ્ઠુ બોલી રહ્યા છે તે બોલવા ની રાહુલ ગાંધી ને જરૂર જ ના પડત.

જે ગણો તે દેશ ની કમનસીબી સમજવી રહી. ન્યાય યોજના ની વાત જ્યારે રાહુલ ગાંધી એ કહી હતી ત્યારે નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપ ના નેતાઓ આ યોજના થી પહેલા હત પ્રત થઈ ચૂક્યા હતા અને પછી અર્થ શાસ્ત્રી અભિજિત બેનરજી ની આ યોજના મા સંમતિ અને સલાહ છે તે જાણ્યા બાદ આ યોજના વિરુદ્ધ ખોટા પ્રચાર કરી ને નરેન્દ્ર મોદીએ ફરીવાર ભાજપ ની સરકાર બનાવવા માટે સફળતા મેળવી હતી. અને ઇકોનોમિ વધે તે મુદ્દો આ યોજના નો એક ભાગ હોવાથી દેશ ની ઇકોનોમિ મારી સરકાર વધારશે તે નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું છે પણ દેશના અરબો પતી ઓ ને રાહત આપીને ઇકોનોમિ વધે નહી પણ પૈસા ફરતા અટકી જાય તે ગણિત નરેન્દ્ર મોદી સમજી શકતા નથી.

આજે આ સમાચાર સાંભળી ને મને તમામ કોંગ્રેસીઓ અને દેશના નાગરિકો ને પણ ખુશી થઈ રહી છે કે શું વાત છે રાહુલ ગાંધી જી એ ન્યાય યોજના વિશે જેમની સાથે ચર્ચા વિચારણા અને સલાહ મશહરો કર્યો તે ભારતીય મૂળ ના અમેરિકન અર્થ શાસ્ત્રી અભિજિત બેનરજી અને તેમના પત્ની એસ્થર ને નોબલ એવોર્ડ ના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. હવે દેશ ના તમામ નાગરિકો રાહુલ ગાંધી વિશે એક જ વાત વિચારશે કે ૧૦૦ ટકા રાહુલ ગાંધી મા દમ છે પાવર છે અને દેશ ના વડા પ્રધાન ની ખુરશી ઉપર બેસીને દેશ ને આગળ લાવવા માટે ની પૂર્ણ રૂપ થી કાબેલિયત છે.

એક તરફ ભાજપ દ્વારા થતા ગંદા પ્રચાર અને બીજી તરફ કોંગ્રેસ પાર્ટી તેની વિચાર ધારા સાથે મક્કમતા પૂર્વક આગળ વધી રહી છે ત્યારે આવનાર સમયમાં દેશ ના તમામ નાગરિકો ના દિમાગ માં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી માટે માન સન્માન થશે અને આવનાર સમયમાં દેશ પર કોંગ્રેસ પાર્ટી નું શાસન હશે તે સમય હવે બહુ દૂર નથી તે હું માનું છુ. જય હો.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: