દેશમાં કોરોના વાયરસના કેસ ૭૩ લાખને પાર, છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૫ નવા કેસ નોંધાયા

October 16, 2020
 27638
દેશમાં કોરોના વાયરસના કેસ ૭૩ લાખને પાર, છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૫ નવા કેસ નોંધાયા

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ૭૩ લાખને પાર પહોંચી ગઈ છે. તેમ છતાં રાહતની વાત એ છે કે, ગુરુવારની સરખામણીમાં શુક્રવારે કોરોના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોવિડ-૧૯ ચેપના નવા ૬૩,૩૭૧ કેસ નોંધાયા છે. જ્યારે વાયરસના કારણે ૮૯૫ લોકોના મોત નીપજ્યાં છે. આ જાણકારી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વ્રારા આપવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોરોનાના ૬૩,૩૭૧ નવા કેસ નોંધાયા છે, જ્યારે ગુરુવારે ચેપના ૬૭,૭૦૮ નવા કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે, કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યા વધી રહી છે, જે હવે ૬૪ લાખથી વધુ થઈ ગઈ છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ ના કારણે ૮૯૫ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૭૩,૭૦,૪૬૯ લોકો કોરોના વાયરસથી પ્રભાવિત થયા છે. તેમાં સક્રિય કેસની સંખ્યા ૮,૦૪,૫૨૮ છે. જયારે અત્યાર સુધી વાયરસના કારણે ૧,૧૨,૧૬૧ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જ્યારે ૬૪,૫૩,૭૮૦ દર્દીઓ ચેપ મુક્ત બન્યા છે.

Share: