વંશ વાદ મા ગળા ડૂબ સત્તા પ્રાપ્તિ માટે ભાજપ ગમે તે હદ સુધી જવા તૈયાર

October 15, 2019
 368
વંશ વાદ મા ગળા ડૂબ સત્તા પ્રાપ્તિ માટે ભાજપ ગમે તે હદ સુધી જવા તૈયાર

૧૯૪૭ મા દેશ આઝાદ થયો અને દેશના વડા પ્રધાન તરીકે જવાહર લાલ નહેરુ જી એ સત્તા સંભાળી તેમના અવસાન બાદ સમય અંતરે દેશના વડા પ્રધાન ઇંદિરા ગાંધી બન્યા અને તેમને તેમના બોડી ગાર્ડ દ્વારા ગોળીઓ મારી મારી નાખતા તેમના પુત્ર રાજીવ ગાંધી ને કોંગ્રેસ પાર્ટીએ દેશ ના વડા પ્રધાન બનાવ્યા હતા ત્યારે બીજી તરફ અંગ્રેજો તરફ હંમેશ ને માટે કૂણું વલણ ધરાવતા તે વખત ના જનસંઘ આરએસએસ અને આજનો ભાજપ આરએસએસ ના નેતાઓ દ્વારા કરવામાં આવતો બોગસ પ્રચાર એક જ હતો કે કોંગ્રેસ પાર્ટી વંશ વાદ મુજબ ચાલે છે અને વારે ઘડીએ જનસંઘ ભાજપ અને આરએસએસ ના મોંઢે એક જ નામ રહેતું કે ગાંધી નહેરુ કુટુંબ નો આ વંશવાદ ખોટો છે કારણ કે ભાજપ આરએસએસ પાસે સત્તા નહોતી પણ સત્તા ભૂખ્યા આ લોકો એ પહેલાં વંશવાદ ના નામે અને રાજીવ ગાંધી જી ની હત્યા બાદ સત્તા હાંસલ કરવા માટે રામ મંદિર.

ગૌ હત્યા કાયદો અને ૩૭૦ ની કલમ નાબૂદ કરવા માટે ના મુદ્દે દેશમાં હિંદુ ધર્મના અંધ ભકતો ને ઉશ્કેરી ને જેમ તેમ કરી ને પહેલા અલગ અલગ રાજ્યો મા અને ત્યાર બાદ ૨૦૧૪ મા કેન્દ્ર મા ભાજપે સત્તા હાંસલ કરી લીધી છે. હવે કોંગ્રેસ ના વંશ વાદ પર હુમલા કરતા રહેતા ભાજપ તો માત્ર ૧૦ વર્ષ ના દેશ ના અલગ અલગ રાજ્યો તેમજ કેન્દ્ર ના 5 વર્ષ ના શાસન દરમિયાન વંશ વાદ મા જાણે કાદવ કીચડ મા ખૂંપી ગયો હોય તેવું લાગે છે.

ભાજપ નેતાઓ ના પુત્રો અને જમાઈ ઓ ની પૂરી ફોજ સત્તા હાંસલ કરવા માટે તૂટી પડી છે અને ના ખાઉંગા ના ખાને દુંગા કહેવા વાળા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ વાંદરા ની પોઝિશન મા બેસી ગયા છે તેમને ભાજપ ના નેતાઓ ના પુત્રો દ્વારા સત્તા પર બેસી જવાનો વંશ વાદ દેખાતો નથી. નરેન્દ્ર મોદી ને ભાજપ ના નેતાઓ અને તેમના પરિવાર જનો નો સત્તા હાંસલ કરવા નો વાદ કે ભાજપ નેતાઓ ના તમામ પ્રકાર ના અસામાજિક કામો પણ દેખાતા નથી જેવા કે બેન્કો થી લોનો લઈ ને લોન ના ચૂકવવી વિદેશ ભાગવું કે એક કરોડ રૂપિયા ની સામે 3 લાખ ભરી ને લોન માંડ વાળી કરવી એ નો મતલબ બેન્કો લુંટવી જ થાય છે જ્યારે ભાજપ નેતાઓ દ્વારા યુવતીઓ પર બળાત્કારો થાય અને અંતે આ નેતાઓ ને ક્લીન ચીટ મળે ત્યારે હલ્હળતો કળયુગ લાગે છે.

કેન્દ્ર ના ગૃહ મંત્રી અમિત શાહ ની આમ તો જગ્યા જેલ જ હોય કારણ કે 50000 રૂપિયા થી 80 એંશી કરોડ બનાવનાર કોંગ્રેસ ના નેતાઓ ને નરેન્દ્ર મોદી જેલ ભેગા જ કરે. તેથી જ મે જય શાહ માટે લખ્યું છે આ જય શાહ ને બીસીસીઆઈ નો સેક્રેટરી બનાવ્યો છે અને થોડા સમય બાદ જ્યારે સૌરવ ગાંગુલી જય શાહ ના માનસિક ત્રાસ થી કંટાળી ને રાજીનામું આપશે ત્યારે જય શાહ જ બીસીસીઆઇ નો પ્રમૂખ બનશે. દેશ ને ચારે બાજુથી ઘેરી ને માત્ર રૂપિયા ભેગા કરવા માટે જ ભાજપ ના નેતાઓ દેશ ને બરબાદ કરી રહ્યા છે ત્યારે દેશ ને કોણ બચાવશે?? મોટો સવાલ છે ભગવાન બચાવે.

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: