દિનેશ કાર્તિકે કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ છોડી, ટીમની જવાબદારી હવે આ ખેલાડી સંભાળશે

October 16, 2020
 361
દિનેશ કાર્તિકે કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ છોડી, ટીમની જવાબદારી હવે આ ખેલાડી સંભાળશે

દિનેશ કાર્તિકે કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ છોડી દીધી છે. દિનેશ કાર્તિકે પોતાના સાથી ખેલાડી ઇયોન મોર્ગનને કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ઇયોન મોર્ગનને કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન બનાવવાની માંગ ઉભી થઈ રહી છે. તેમ છતાં દિનેશ કાર્તિકની કેપ્ટનશીપ પણ આ સીઝન ખરાબ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે દિનેશ કાર્તિકની કેપ્ટનશીપમાં આ સીઝન અત્યાર સુધી સાતમાંથી ચાર મેચ જીતી છે.

કેકેઆરનું પ્રદર્શન શરૂઆતી કેટલીક મેચમાં સારું રહ્યું નહોતું તે સમયે દિનેશ કાર્તિકની જગ્યાએ ઇયોન મોર્ગનને કેપ્ટન બનાવવાની માંગ ઉભી થઈ હતી. ઇયોન મોર્ગને દિનેશ કાર્તિકની કેપ્ટનશીપની પ્રશંસા કરી હતી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને દિનેશ કાર્તિકે કેપ્ટનશીપથી અલગ થઈને રમવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ઇયોન મોર્ગનને આ જવાબદારી સોંપવામાં આવી છે. હજુ આઈપીએલમાં કેકેઆરની ટીમની ૭ લીગ મેચ બાકી છે અને મોર્ગનના કેપ્ટન બનાવવા પર નિશ્વિતરૂપથી ટીમને ફાયદો મળશે. જોવા એ રહેશે કે, વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમના કેપ્ટન આઈપીએલમાં કઈ રીતની લીડરશીપ ક્વોલીટી દેખાડશે.

કેકેઆરે અત્યાર સુધી આ સીઝનમાં રમાયેલી સાત મેચમાંથી ૪ માં જીત પ્રાપ્ત કરી ૮ પોઈન્ટ પ્રાપ્ત કર્યા છે. પોઈન્ટ ટેબલમાં કેકેઆરની ટીમ તેમ છતાં ચોથા સ્થાન પર છે. પ્લેઓફમાં જગ્યા બનાવવાના સંપૂર્ણ તક કેકેઆરની પાસે છે. કેપ્ટનશીપના કારણે દિનેશ કાર્તિક બેટિંગ પર વધુ ધ્યાન આપી રહ્યા નથી, કદાચ આ કારણ રહ્યું હશે કે, તેમને કેપ્ટનશીપથી પોતાને અલગ કરવાનો નિર્ણય લીધો છે.

કેકેઆરની ટીમને આગામી મેચ શુક્રવાર એટલે આજે મુંબઈ ઇન્ડિયન્સ સામે રમવાના છે. તેના થોડા કલાકો પહેલા જ દિનેશ કાર્તિકે કેપ્ટનશીપ છોડી દીધી છે. કદાચ તેમણે પોતાના નિર્ણય અંગે ટીમ મેનેજમેન્ટ અને ફ્રેન્ચાઇઝીને પહેલાથી જ કહ્યું હશે.

Share: