મહારાષ્ટ્રમા રાહુલ ગાંધીનો આક્રમક પ્રહાર, કહ્યું પીએમ મોદીએ ૧૫ લાખ આપવાનો ખોટો વાયદો કર્યો

October 15, 2019
 704
મહારાષ્ટ્રમા રાહુલ ગાંધીનો આક્રમક પ્રહાર, કહ્યું પીએમ મોદીએ ૧૫ લાખ આપવાનો  ખોટો વાયદો કર્યો

મહારાષ્ટ્રના યવતમાલમા ચુંટણી સભાને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ ખેડૂતોને દેવા માફ કરવાનો વાયદો કર્યો હતો. પરંતુ દેવા માફ ના કર્યા. તેમજ પીએમ મોદીએ દરેક ખાતામાં ૧૫ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો તે નાણા પણ નથી આપ્યા. પીએમ મોદીએ તેમના કરોડપતિ મિત્રોના દેવા માફ કરી દીધા. પરંતુ તમારું દેવું માફ ના કર્યું.

રાહુલ ગાંધીએ આ રેલીમા ફરી એકવાર ૧૫ લાખ રૂપિયાવાળો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે લોકસભા ચુંટણીમા પીએમ મોદીએ કહ્યું હતું કે દરેક ખેડૂતના ખાતામા ૬ હજાર રૂપિયા આપીશ. તે પહેલા તેમણે કહ્યું કે દરેક ભારતીયના ખાતામાં ૧૫ લાખ રૂપિયા આવશે. શું તમને લોકોને એ મળ્યા છે. તેથી જ પીએમ મોદી જ્યાં પણ જાય છે ત્યાં માત્ર ખોટું જ બોલે છે.

રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન તાકતા જણાવ્યું કે જે લોકો મનરેગા, ભોજનનો અધિકાર, જમીન અધિગ્રહણ બીલને બદલી દીધો છે. પરંતુ નાણા મંત્રી કહે છે જીએસટીને બદલી શકાય તેમ નથી. આ લોકો ગરીબ લોકો માટે બનાવેલા કાયદા બદલી શકે છે. પરંતુ લોકોના ગજવામાંથી નાણા ચોરવાના જીએસટી કાયદામાં બદલાવની ના પાડે છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠકો માટે પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ અને અશોક ચવ્હાણ સહિત કુલ ૧૪૬ ઉમેદવારને ચુંટણી મેદાનમા ઉતાર્યા છે. કોંગ્રેસે પક્ષે પૂર્વ કેન્દ્રીય મંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ ને દક્ષિણ કરાદ બેઠક, પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ ને ભોકાર થતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બાલા સાહેબ થોરાટને સંગમનેર બેઠકથી ઉમેદવાર બનાવ્યા છે. કિસાન કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેને સંકોલી તથા અનુસુચિત જાતિના પ્રમુખ ડો. નિતન રાઉતને નાગપુરની સુરક્ષિત બેઠક પરથી ચુંટણી મેદાનમા ઉતાર્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર ધીરજ દેશમુખને લાતુર વિધાનસભા બેઠક પરથી ચુંટણી લડશે. પાર્ટીએ બીજા અનેક નેતાઓને ટીકીટ આપી છે જેમાં રાજુરા બેઠક પરથી સુભાષ ધોતેને પણ ટીકીટ આપી છે.મહારાષ્ટ્રમા ૨૧ ઓક્ટોબરના રોજ વિધાનસભા ચુંટણી યોજાવાની છે .જયારે તેનું પરિણામ ૨૪ ઓક્ટોબરના રોજ જાહેર થવાનું છે.

Share: