આ ભારતીય કંપની તમારા માટે લઈને આવ્યું નવું બ્લૂટૂથ સ્પીકર

October 16, 2020
 169
આ ભારતીય કંપની તમારા માટે લઈને આવ્યું નવું બ્લૂટૂથ સ્પીકર

ભારતની ગેજેટ એસેસરીઝ નિર્માતા કંપની યુ એન્ડ આઈએ પોતાનું પોર્ટેબલ વાયરલેસ સ્પીકર લોન્ચ કર્યું છે. તેનું બેમબૂ નામ આપવામાં આવ્યું છે જો કે તે ઘણું હલકું સ્પીકર છે. કંપનીએ આ સ્પીકરનો વજન માત્ર ૭૫.૫ ગ્રામ જણાવ્યો છે અને દાવો કર્યો છે કે, આ વાયરલેસ સ્પીકર વધુ સારી અવાજની ગુણવત્તા અને લાંબી બેટરી લાઈફ આપે છે. આ સ્પીકર બ્લુટુથ ૫.૦ ટેકનીક પર કામ કરે છે અને ૧૦ મીટરના અંતરેથી સંચાલિત થઈ શકે છે.

આ સ્પીકરની કિંમત ૨૧૯૯ રૂપિયા છે અને આ ગોલ્ડ, બ્લેક, સિલ્વર, રેડ અને બ્લુ કલરના વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે.

સ્પીકરમાં લાગેલી છે ૬૦૦ એમએએચની બેટરી

કંપનીએ જણાવ્યું છે કે, આ સ્પીકરમાં ૬૦૦ એમએમએચની બેટરી લાગેલી છે, જેને સંપૂર્ણ ચાર્જ પર ચાર કલાક સતત ઉપયોગ કરી શકાય છે. કોલિંગ કરવા માટે તેમાં ઇન-બિલ્ટ માઈક્રોફોન પણ આપવામાં આવ્યો છે અને તેમાં ટીફી કાર્ડ સ્લોટ અને યુએસબી ચાર્જીંગ પોર્ટ પણ મળે છે. આ સ્પીકરનું આઉટપુટ ત્રણ વોટનું છે.

Share: