હેલ્થી ફ્રુટ રાયતા રેસીપી

October 16, 2020
 13969
હેલ્થી ફ્રુટ રાયતા રેસીપી

હાલના સમય માં મોટા ભાગના લોકો બહારનું ખાવાનું ટાળે છે અને તે જરૂરી પણ છે. કોરોના સમયમાં ખાવાથી પહેલા એ સમજવું જરૂરી છે કે આપણે જે ખાવા જઈ રહ્યા છીએ તે કેટલું હેલ્થી છે, આ મામલામા ફ્રુટ રાયતાનો કોઈ જવાબ નથી કારણ કે આ ન તો ખાલી હેલ્થી છે પણ ખુબ ટેસ્ટી પણ છે. તો ચાલો શીખીએ આને કઈ રીતે બનાવશો.

જરૂરી સામગ્રી:

અનાનસ: ૨ કપ

દહીં: ૪ કપ

સેબ: ૩

બનાના: ૩

દાડમના દાણા: ૨ કપ

રાયતાનો મસાલો: ૨ ટી સ્પુન

ચાટ મસાલો: ૧ ટીસ્પુન

રાયતાનો મસાલો: ૨ ટી સ્પુન

સંચર: ૧/૨ સ્પુન

ખાંડ: ૧ ટીસ્પુન

મીઠું: સ્વાદનુસાર

બનાવવાની રીત:

એક મોટા બાઉલ માં દહીં નાંખો, આમાં ખાંડ, સંચર, જીરાનો પાવડર, આ બધાને મિક્સ કરી લો. બધી વસ્તુને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી દહીં થોડું ઢીલું ન પડી જાય.

તે મિશ્રણમાં કાપેલા સેબ, અનાનસ, બનાના અને દાડમના દાણા નાંખીને તેનું મિશ્રણ કરી લો. આ રીતે તૈયાર છે ફ્રુટ રાયતા. હવે આને ફ્રીઝમાં ૧૫ મિનીટ સુધી ઠંડુ થવા દો ત્યારબાદ આને સર્વ કરો.

Share: