દિલ્હી કેપિટલ્સની ટીમને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર ખેલાડી સીએસકે સામેની મેચથી થયા બહાર

October 17, 2020
 331
દિલ્હી કેપિટલ્સની ટીમને લાગ્યો મોટો ઝટકો, સ્ટાર ખેલાડી સીએસકે સામેની મેચથી થયા બહાર

ઇન્ડીયન પ્રીમિયર લીગની ૧૩ મી સીઝનમાં શનિવારે ડબલ હેડર મેચ રમાશે. સાંજે ૭:૩૦ વાગે દિલ્હી કેપિટલ્સની ટક્કર ચેન્નાઈ સુપર કિંગ્સથી થશે. પરંતુ આ મેચ પહેલા દિલ્હી કેપિટલ્સની ટીમને રાહત મળી રહી નથી. દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેન ઋષભ પંતનું ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચથી બહાર રહેવું લગભગ નક્કી છે.

ઋષભ પંત ઈજાનાં કારણે છેલ્લી બે મેચમાં ભાગ લઇ શક્યા નહોતા. દિલ્હી કેપિટલ્સ તરફથી ઋષભ પંતને ઈજા અંગે કોઈ અપડેટ જાહેર કરવામાં આવી નથી. અગાઉ જાણકારી મુજબ, ઋષભ પંતને સ્વસ્થ થવામાં હજુ થોડા દિવસો લાગી શકે છે.

દિલ્હી કેપિટલ્સ તરફથી અત્યાર સુધી એ જાણવા મળ્યું નથી કે, ઋષભ પંતની વાપસી કઈ મેચમાં થશે. ઋષભ પંતની જગ્યાએ એલેક્સ કૈરી જ વિકેટકીપિંગની જવાબદારી સંભાળતા જોવા મળશે. તેની સાથે ટીમમાં રહાણેને પણ જગ્યા મળવી નક્કી માનવામાં આવી રહી છે.

ઇન્ડીયન પ્રીમિયર લીગની ૧૩ મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમ ઈજાના કારણે સૌથી વધુ હેરાન છે. દિલ્હી કેપિટલ્સના સ્ટાર ખેલાડી અમિત મિશ્રા અને ઇશાંત શર્મા પહેલાથી જ ઈજાના કારણે ૧૩ મી સીઝનથી બહાર થઈ ચુક્યા છે.

દિલ્હી કેપિટલ્સ માટે એક વધુ મોટી સમસ્યા કેપ્ટન શ્રેયસ અય્યરની ઈજા બનેલી છે. છેલ્લી મેચમાં અય્યરને ખભામાં ફિલ્ડીંગ કરતા ઈજા થઈ હતી. જો શ્રેયસ અય્યર આજની મેચમાં ભાગ લઇ શકે છે જ્યારે શિખર ધવન ટીમની આગેવાની સંભાળતા જોવા મળી શકે છે.

Share: