પાકિસ્તાનના ઝડપી બોલર ઉમર ગુલે ક્રિકેટને કહ્યું અલવિદા

October 17, 2020
 328
પાકિસ્તાનના ઝડપી બોલર ઉમર ગુલે ક્રિકેટને કહ્યું અલવિદા

પાકિસ્તાનના ઝડપી બોલર ઉમર ગુલે ક્રિકેટથી નિવૃત્તિ લઇ લીધી છે. ૩૬ વર્ષના ઉમર ગુલે પાકિસ્તાન માટે ૪૭ ટેસ્ટ, ૧૩૦ વનડે અને ૬૦ ટી-૨૦ મેચ રમી હતી. તેમને ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાર નેશનલ ટી-૨૦ ટુર્નામેન્ટમાં બલૂચિસ્તાનની હાર બાદ કરી હતી. તેમની ટીમ શુક્રવારે આ ટુર્નામેન્ટથી બહાર થઈ ગઈ છે. પેશાવરની રહેનાર ઉમર ગુલે વર્ષ ૨૦૦૩ માં પાકિસ્તાન માટે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય મેચ પર ઉમર ગુલને લોકોએ વર્ષ ૨૦૦૨ ની આઈસીસી અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં પ્રથમ વખત જોયા હતા.

લગભગ ૨૦ વર્ષ સુધી ક્રિકેટ રમનાર ઉમર ગુલે નિવૃત્તિની જાહેરાત કરતા ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. પરિવારના લોકો, મિત્રો અને પોતાના કોચનો આભાર વ્યક્ત કરતા ઉમર ગુલ રોવા લાગ્યા હતા. આ તક પર તેમને કહ્યું હતું કે, તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના આભારી છે કે, તેમને પોતાના દેશ માટે રમવાની તક મળી.

વર્ષ ૨૦૦૩ વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ ઉમર ગુલને પ્રથમ વખત ટીમમાં તક મળી હતી. આ તે સમય હતો જ્યારે વસીમ અકરમ અને વકાર યુનુસ જેવા દિગ્ગજ બોલરનો જલવો ધીરે-ધીરે સમાપ્ત થઈ રહ્યો હતો. ક્રિકેટના બધા ફ્રોમેટમાં ઉમર ગુલે કુલ મળીને ૯૮૭ વિકેટ લીધી હતી. ઉમર ગુલ યોર્કર ફેંકવામાં નિષ્ણાત હતા. મોટાથી મોટા બેટ્સમેન તેમની યોર્કરની આગળ સરેન્ડર કરતા જોવા મળ્યા હતા. ઉમર ગુલે આ દિવસોમાં યુવરાજ સિંહને ઘણા હેરાન કર્યા હતા. ટેસ્ટ, વનડે અને ટી-૨૦ ની કુલ ૨૨ મેચમાં આ બંનેનો સામનો થયો અને આ દરમિયાન તેમને યુવરાજ સિંહને ૬ વખત આઉટ કર્યા હતા.

વર્ષ ૨૦૦૭ ના ટી-૨૦ વર્લ્ડ કપમાં ઉમર ગુલે પાકિસ્તાનને ફાઈનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમને આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન માટે સૌથી વધુ વિકેટ લીધી હતી. તેના સિવાય ઉમર ગુલે પાકિસ્તાનને ૨૦૦૯ માં વર્લ્ડ ટી-૨૦ નું ચેમ્પિયન બનાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઉમર ગુલે પોતાની ટીમ માટે સૌથી વધુ વિકેટ લીધી હતી. ઉમર ગુલ લાંબા સમય સુધી આઈસીસી ટી-૨૦ રેન્કિંગમાં નંબર વન બોલર રહ્યા હતા. વર્ષ ૨૦૦૭ ના ટી-૨૦ વર્લ્ડ કપમાં ઉમર ગુલે ન્યુઝીલેન્ડ સામે માત્ર ૬ રન આપી ૫ વિકેટ લીધી હતી. લાંબા સમય સુધી આ બેસ્ટ બોલિંગનો રેકોર્ડ રહ્યો હતો.

Share: