
દેશમાં એક વખત ફરીથી દૈનિક કોરોના વાયરસના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોવિડ-૧૯ ના કુલ કેસ ભલે ૭૪ લાખને પાર થઈ ગયા છે, પરંતુ દૈનિક કેસોમાં ઘટાડો સકરાત્મક સંકેત છે. કોરોનાના ૬૩,૩૭૧ કેસ નોંધાયા છે જયારે, આજે કોવિડ-૧૯ ના ૬૨,૨૧૨ નવા કેસ નોંધાયા છે. બીજી તરફ વાયરસથી સાજા થતા દર્દીઓની સંખ્યા ૬૫ કરોડને વટાવી ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં ૬૨,૨૧૨ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. જયારે, આ દરમિયાન કોરોનાના કારણે ૮૩૭ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધી કોવિડ-૧૯ થી ૭૪,૩૨,૬૮૧ લોકોને ચેપ લાગી ચુક્યો છે.
કોરોનાને હરાવનાર દર્દીઓની સંખ્યા વધીને ૬૫,૨૪,૫૯૬ થઈ ગઈ છે. દેશમાં કોરોનાના સક્રિય કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં દેશમા સક્રિય કેસોની સંખ્યા ૭,૯૫,૦૮૭ છે. કોરોનાથી સાજા થના દર્દીઓની સંખ્યા વધુ સક્રિય કિસ્સાઓમાં તફાવત વધી રહ્યો છે. જ્યારે અત્યાર સુધી ૧,૧૨,૯૯૮ લોકો વાયરસના કારણે અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે.