એરટેલના મોબાઈલ રિચાર્જ પર મળી રહ્યું છે ૫૦ ટકાનું કેશેબક, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

October 28, 2020
 15391
એરટેલના મોબાઈલ રિચાર્જ પર મળી રહ્યું છે ૫૦ ટકાનું કેશેબક, આ રીતે ઉઠાવી શકો છો ફાયદો

જો તમે પણ એરટેલના ગ્રાહક છે અને તમારું રિચાર્જ સમાપ્ત થઈ ગયું છે તો આ સમાચાર તમારા માટે ઘણા કામના છે. આ રિપોર્ટમાં અમે તમને એરટેલની તે ઓફર અંગે જણાવીશું, જેના હેઠળ ગ્રાહકોને રિચાર્જ કરાવવા પર ૫૦ ટકાનું કેશબેક મળી રહ્યું છે. ઓફર વાંચી તમને વિશાસ થઈ રહ્યો નથી પરંતુ આ સત્ય છે.

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, એરટેલની આ ઓફર ૩૦ ઓક્ટોબર ૨૦૨૦ ના સમાપ્ત થઈ જશે. એરટેલનું આ માત્ર એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે છે. એટલે સ્પસ્ટ શબ્દોમાં કહીએ તો એરટેલની આ ઓફરનો લાભ ઉઠાવવા માટે તમારે એરટેલની સાથે-સાથે એમેઝોન પ્રાઈમનું સભ્ય બનવું પડશે.

તમને એરટેલ તરફથી આ ઓફરનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે તમારા એરટેલ નંબરને એમેઝોન પેથી રિચાર્જ કરશો. ત્યાર બાદ તમને ૫૦ ટકા સુધીનું કેશબેક મળશે, જોકે ફક્ત ૪૦ રૂપિયા સુધીનું હશે.

રિચાર્જ કરાવ્યા બાદ તમને એમેઝોન પે વોલેટમાં ત્રણ દિવસની અંદર કેશબેકની રકમ આવી જશે જેનો ઉપયોગ તમે કોઈ શોપિંગ અથવા આગામી રિચાર્જમાં કરી શકશો. આ ઓફરનો લાભ ફક્ત એક જ વાર લઇ શકો છો.

આ ઓફરની એક શરત એ પણ છે કે, રિચાર્જ તમને એમેઝોન એપ અથવા વેબસાઈટથી જ કરાવી શકશો. એરટેલ એપ અથવા એમઝોન પે યુપીઆઈથી રિચાર્જ કરવા પર કેશબેક મળશે નહીં. અર્થ એ છે કે, એમેઝોન પે વોલેટથી રિચાર્જ કરવું પડશે, પરંતુ યુપીઆઈનો ઉપયોગ કરવો નહીં.

Share: