આઈપીએલની કોમેન્ટ્રી ટીમથી આ કારણે અલગ થયા કેવિન પીટરસીન

October 17, 2020
 117
આઈપીએલની કોમેન્ટ્રી ટીમથી આ કારણે અલગ થયા કેવિન પીટરસીન

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસને પોતાના બાળકોની સાથે ઘર પર સમય પસાર કરવા માટે આઈપીએલ-૧૩ ની કોમેન્ટ્રી ટીમ છોડવાનો નિર્ણય કર્યો છે. તે યુએઈ છોડી સ્વદેશ રવાના થઈ ચુક્યા છે. ૪૦ વર્ષના કેવિન પીટરસને કહ્યું છે કે, તેમને પોતાના બાળકોની સાથે સમય પસાર કરવા માટે કોમેન્ટ્રી ટીમ છોડી છે.

કેવિન પીટરસને ટ્વીટ કરતા આ વાતની જાણકારી આપી છે. તેમને લખ્યું છે કે, “મે આઈપીએલ છોડી દીધી છે કેમકે મારા બાળકોના હાફ ટર્મ છે અને હું તેમની સાથે ઘર પર રહેવા માંગુ છુ. આ ગજબ વર્ષ રહ્યું છે, હવે તે સ્કૂલ જઈ રહ્યા નથી. હું આખો દિવસ, દરરોજ સાથે રહેવા માંગુ છુ.”

કેવિન પીટરસને આઈપીએલ-૨૦૨૦ પર પોતાના બ્લોગના માધ્યમથી પોતાના વિચાર રાખ્યા છે. તેમને કહ્યું છે કે, તે ઝડપી બોલિંગ જોઇને ઘણા ખુશ છે. તેમને લખ્યું છે કે, “ખેલાડી જેટલા દુરથી બોલ ફટકારે છે, એ જોવામાં મજા આવે છે, જે સ્ટેડીયમની બહાર ચાલી જાય છે, પરંતુ એ જોવાનું સારું લાગે છે કે, બોલર શાનદાર કરી રહ્યા છે.”

કેવિન પીટરસને લખ્યું છે કે, આઈપીએલ ત્રિકોણીય થવાની છે કેમકે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ સારું કરી રહ્યા છે. કેવિન પીટરસને તાજેતરમાં વિરાટ કોહલીના નિર્ણયની આલોચના પણ કરી હતી.

વાસ્તવમાં, કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં વિરાટ કોહલીએ એબી ડી વિલિયર્સને છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા માટે મોકલ્યા હતા. કેવિન પીટરસન વિરાટ કોહલીના આ નિર્ણયથી ખુશ નહોતા અને આરસીબીને એબી ડી વિલીયર્સથી નંબર ચાર પર જ બેટિંગ કરવાની ભલામણ કરી હતી.

Share: