શેન બોન્ડે આ ભારતીય ક્રિકેટને ગણાવ્યા દુનિયાના બેસ્ટ બોલરોમાંથી એક

October 17, 2020
 372
શેન બોન્ડે આ ભારતીય ક્રિકેટને ગણાવ્યા દુનિયાના બેસ્ટ બોલરોમાંથી એક

દિલ્હી કેપિટલ્સના કાગિસો રબાડા ઇન્ડીયન પ્રીમિયર લીગની આ સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે, પરંતુ મુંબઈ ઇન્ડિયન્સના બોલિંગ કોચ શેન બોન્ડ કોઈ બીજા બોલરથી આકર્ષિત થયા છે. આ ઝડપી બોલર જસપ્રીત બુમરાહ છે. શેન બોન્ડનું કહેવું છે કે, જસપ્રીત બુમરાહ દુનિયાના બેસ્ટ બોલરોમાંથી એક છે. આ આઈપીએલમાં વિકેટ લેવાની બાબતમ તે તેમ છતાં ત્રીજા નંબર પર છે. પર્પલ કેમ્પની રેસમાં કાગિસો રબાડા, જોફ્રા આર્ચર, મોહમ્મદ શમી, ટ્રેન્ટ બોલ્ટ અને લેગ સ્પિનર યુજ્વેન્દ્ર ચહલનું નામ સામેલ છે.

શેન બોન્ડ ૨૦૧૪ થી જ જસપ્રીત બુમરાહની સાથે જોડ્યા છે. આઈપીએલ ૨૦૧૪ માં જસપ્રીત બુમરાહે ૧૧ મેચમાં માત્ર પાંચ વિકેટ લીધી હતી, પરંતુ બોન્ડે તેમને એવા બોલરના રૂપમાં તૈયાર કર્યા જે દુનિયાના કોઈ પણ બેટ્સમેનને હચમચાવી શકે છે. આઈપીએલની આ સીઝનમાં જસપ્રીત બુમરાહે અત્યાર સુધી આઠ મેચમાં ૧૨ વિકેટ લીધી છે.

મુંબઈ ઇન્ડિયન્સના ઓફીશીયલ ટ્વીટર હેન્ડલથી એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં બોન્ડ કહે છે, “મને બુમરાહની સાથે કામ કરવું પ્રિય છે. છ વર્ષ થઈ ગયા છે. મને તેમનામાં શ્રેષ્ઠ વસ્તુ જોઈ છે, સતત સારા થવાની તેમની ઇચ્છા છે.” આઈપીએલની આ સીઝનમાં જસપ્રીત બુમરાહ અને કાગિસો રબાડા બે એવા બોલર છે, જેને એક મેચમાં ચાર વિકેટ મળી છે. મુંબઈ ઇન્ડિયન્સના પેસ્રે બેસ્ટ બોલિંગ કરતા ૨૦ રન આપી ચાર વિકેટ લીધી છે. તેના પર શેન બોન્ડનું કહેવું છે કે, જસપ્રીત બુમરાહ અભ્યાસ દરમિયાન પણ પોતાના કામથી કામ રાખે છે. તેમને કહ્યું છે કે, “જ્યારે તમે કોઈ ખેલાડીમાં તે વાત જોવો છો, ત્યારે તેનાથી પોતાને પ્રેરણા મળે છે તેવું લાગે છે, તે સારું લાગે છે. તે સતત પોતાને સુધારવાનું કામ કરે છે. એટલા માટે આશ્વર્ય નથી થયો કે, તે દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલરોમાંથી એક છે.

આઈપીએલમાં કેટલાક એવા જ ખેલાડીઓની વચ્ચે છે પર્પલ કેપની રેસ

૧. કાગિસો રબાડા : દિલ્હી કેપિટલ્સ – ૮ મેચ – ૧૮ વિકેટ

૨. જોફ્રા આર્ચર : રાજસ્થાન રોયલ્સ – ૮ મેચ – ૧૨ વિકેટ

૩. જસપ્રીત બુમરાહ : મુંબઈ ઇન્ડિયન્સ – ૮ મેચ – ૧૨ વિકેટ

૪. ટ્રેન્ટ બોલ્ટ : મુંબઈ ઇન્ડિયન્સ – ૮ મેચ – ૧૨ વિકેટ

૫. મોહમ્મદ શમી : કિંગ્સ ઈલેવન પંજાબ – ૮ મેચ – ૧૨ વિકેટ

Share: