૧૩ વર્ષની આઈપીએલ કારકિર્દીમાં શિખર ધવને ફટકારી પ્રથમ સદી

October 18, 2020
 367
૧૩ વર્ષની આઈપીએલ કારકિર્દીમાં શિખર ધવને ફટકારી પ્રથમ સદી

અનુભવી ઓપનર બેટ્સમેન શિખર ધવને ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં પોતાની પ્રથમ ટી-૨૦ સદી ફટકારી હતી. શારજાહમાં રમાયેલી મેચમાં શિખર ધવને શાનદાર બેટિંગ કરતા અણનમ સદીની ઇનિંગ રમી હતી. ૩૪ વર્ષીય શિખર ધવને ૧૩ વર્ષની પોતાની ટી-૨૦ કારકિર્દીમાં પ્રથમ સદી ફટકારી હતી. ટી-૨૦ કારકિર્દીમાં ૭૦૦૦ થી વધુ રન અને ૨૫૦ થી વધુ મેચ રમી ચુકેલા શિખર ધવને પ્રથમ વખત ક્રિકેટના નાના ફ્રોમેટમાં સદી ફટકારી હતી.

શિખર ધવને ચેન્નાઈ સામે ૫૮ બોલમાં ૧૦૧ રનની અણનમ ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન તેમને ૧૪ ચોગ્ગા અને એક સિક્સર ફટકારી હતી. શિખર દ્વ્હને તેમની આ યાદગાર અને મેચ જીતાઉં ઇનિંગ માટે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મેન ઓફ ધ મેચ લીધા બાદ શિખર ધવને કહ્યું હતું કે, આઈપીએલના ૧૩ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સદી ફટકારવી શાનદાર રહી હતી.

તેમને કહ્યું છે કે, “આ ખૂબ જ ખાસ છે કે, ૧૩ વર્ષથી આઈપીએલ રમી રહ્યો છુ અને આ મારી પ્રથમ સદીની ઇનિંગ છે. હું ઘણો ખુશ છુ. સત્રની શરૂઆતથી હું સારી બેટિંગ કરી રહ્યો છુ પરંતુ ૨૦ રનના સ્કોરને ૫૦ રનમાં કન્વર્ટ કરી શકતો નહોતો. તેમને કહ્યું છે કે, “હું માનસિક રીતે સકારાત્મક હતો અને રન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું હવે પહેલાથી વધુ ફીટ છુ. હું ઝડપી દોડી રહ્યો છુ અને ઉત્સાહિત અનુભવું છુ.

તમને જણાવી દઈએ કે, શિખર ધવન અત્યાર સુધી આઈપીએલમાં ઘણી ટીમોથી રમી ચુક્યા છે અને અત્યાર સુધી ૧૬૮ મેચ રમ્યા છે. તેમાં તેમને ૩૪ ની એવરજથી ૪૯૩૮ રન બનવ્યા છે. તેમને આ દરમિયાન રેકોર્ડ ૩૯ અડધી સદી ફટકારી છે.

Share: