
દેશમાં કોરોના વાયરસના દૈનિક કેસોમાં ગિરાવટ જોવા મળી રહી છે. રવિવારે કોરોનાના ૬૧,૮૭૧ નવા કેસ નોંધાયા છે. જ્યારે, શનિવારે વાયરસના ૬૨,૨૧૨ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ ના નવા ૬૧,૮૭૧ કેસ નોંધાયા છે. જ્યારે, આ દરમિયાન વાયરસના કારણે ૧૦૩૩ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આંકડા અનુસાર, દેશમાં કોવિડ-૧૯ કેસની કુલ સંખ્યા ૭૪,૯૪,૫૫૨ છે.
દેશમાં કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જે વાયરસ સામેની લડતમાં સકારાત્મક સંકેત છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં ૬૫,૯૭,૨૧૦ દર્દીઓએ વાયરસને પરાજિત કર્યા છે અને સારવાર બાદ ઘરે પરત ફર્યા છે.
દેશમાં સક્રિય કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આંકડાઓ અનુસાર, દેશમાં કોરોનાના સક્રિય કેસની કુલ સંખ્યા ૭,૮૩,૩૧૧ છે. જ્યારે, કોવિડ-૧૯ ના કારણે પોતાનો જીવ ગુમાવનારા કુલ દર્દીઓની સંખ્યા ૧,૧૪,૦૩૧ છે.