આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું કંઇક આવું, ત્રણ ભારતીય ખેલાડીઓ મચાવી રહ્યા છે ધમાલ

October 18, 2020
 430
આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું કંઇક આવું, ત્રણ ભારતીય ખેલાડીઓ મચાવી રહ્યા છે ધમાલ

ઇન્ડીયન પ્રીમિયર લીગની ૧૩ મી સીઝનમાં શનિવારે શિખર ધવને શાનદાર પ્રદર્શન કરતા ૧૦૧ રનની ઇનિંગ રમી હતી. આઈપીએલમાં ૧૬૭ મેચ રમી ચુકેલા શિખર ધવનની આ પ્રથમ સદી છે. શિખર ધવનની સાથે આઈપીએલમાં પ્રથમ વખત એક ખૂબ જ ખાસ ઈતિહાસ રચાયો છે.

આઈપીએલની ૧૩ મી સીઝનમાં ત્રણ ભારતીય ખેલાડીઓ જે કમાલ કરી દેખાડ્યો છે આ અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. ઇન્ડીયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં પ્રથમ તક છે જ્યારે ત્રણ ભારતીય ખેલાડીઓએ એક જ સીઝનમાં સદી ફટકારી છે. શિખર ધવન પહેલા લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ પણ ૧૩ મી સીઝનમાં સદી ફટકારી ચુક્યા છે.

ઇન્ડીયન પ્રીમિયર લીગની ૧૩ મી સીઝનની શરૂઆતમાં લોકેશ રાહુલે ૧૩૨ રન અણનમ ઇનિંગ રમી હતી. મયંક અગ્રવાલે પણ આ ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મ દેખાડતા ૧૦૬ રનની ઇનિંગ રમી છે. જ્યારે શિખર ધવને સીએસકે માટે ૫૮ બોલમાં પોતાની આઈપીએલ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.

શિખર ધવન, લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ ત્રણ જ ખેલાડી આઈપીએલ ૧૩ માં શાનદાર ફફોર્મમાં ચાલી રહ્યા છે. આ ત્રણ ખેલાડી આ વર્ષે ઓરેન્જ કેપના દાવેદારોમાં પણ સામેલ છે. તેમ છતાં ૮ મેચમાં ૪૪૮ રન બનાવી લોકેશ રાહુલે ઓરેન્જ કેપ પર કબજો બનાવી રાહ્યો છે.

પરંતુ મયંક અગ્રવાલ ૮ મેચમાં ૩૮૨ રન બનાવી લોકેશ રાહુલને પડકાર આપી રહ્યા છે. શિખર ધવન પણ સદીની સાથે સૌથી વધુ રન બનાવનાર ટોપ પાંચ બેટ્સમેનોમાં સામેલ થઈ ગયા છે. શિખર ધવને અત્યાર સુધી ૩૫૯ રન બનાવ્યા છે.

Share: