
ભારતમાં સોમવારે કોરોના વાયરસના ૫૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. જયારે ૫૦૦ થી વધુ લોકોના મોત થયા હતા. આ સમયગાળામાં ૬૦ હજારથી વધુ લોકો સાજા થયા છે. તેમ છતાં દેશમાં ૭,૭૨,૦૫૫ કેસ સક્રિય છે, જ્યારે ૬૬,૬૩,૬૦૮ લોકો સાજા થઈ ગયા છે. જ્યારે ૧,૧૪,૬૧૦ લોકો મૃત્યુ પામ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં તેમ છતા ૧૦.૪૫ ટકા સક્રિય છે જ્યારે ૮૮.૦૩ ટકા લોકો સાજા થયા છે જ્યારે ૧.૫૨ ટકા લોકો આ ચેપી રોગના કારણે મૃત્યુ પામ્યા છે. મંત્રાલયે જણાવ્યું છે કે, તે તેના ડેટાને આઈસીએમઆર સાથે મેચ કરી રહ્યું છે.
જ્યારે ભારતીય તબીબી સંશોધન પરિષદે કહ્યું છે કે, ૧૮ ઓક્ટોબર સુધીના કુલ ૯,૫૦,૮૩,૯૭૬ નમૂનાઓમાંથી રવિવારે ૮,૫૯,૭૮૬ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. રવિવાર સવારે આઠ કલાકથી સવારના આઠ કલાક દરમિયાન ૫૭૯ લોકોનાં મોત નીપજ્યાં હતાં જ્યારે ૬૬,૩૯૯ લોકો સાજા થયા છે, જ્યારે સક્રિય કેસની સંખ્યામાં ૧૧.૨૫૬ નો ઘટાડો ત્યો છે. Mohfw ના અનુસાર, એક જ દિવસમાં ૫૫,૭૨૧ નવા કેસ નોંધાયા છે.