
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ઇન્ડીયન પ્રીમિયર લીગના સૌથી મહાન બેટ્સમેન કહેવામાં આવે તો તે ખોટું નથી. ડેવિડ વોર્નરના આંકડા તેમને આ લીગના બાદશાહ બનાવે છે. રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં પણ ડેવિડ વોર્નરે એક નવી સિદ્ધી પ્રાપ્ત કરી હતી. તેમને આઈપીએલના પોતાના ૫૦૦૦ રન પુરા કર્યા અને તેની સાથે તેમને વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો.
ડેવિડ વોર્નરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે અણનમ ૪૭ રનની ઇનિંગ રમી અને આ દરમિયાન તેમને પોતાના ૫૦૦૦ આઇપીએલ રન પણ પૂર્ણ કર્યા હતા. ડેવિડ વોર્નરે માત્ર ૧૩૫ ઇનિંગમાં આ કારનામું કર્યું હતું.
ડેવિડ વોર્નર આઈપીએલ ઇતિહાસમાં સૌથી ઓછી ઇનિંગમાં ૫૦૦૦ રન બનાવનાર ખેલાડી બની ગયા છે. ડેવિડ વોર્નરે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો, જેમને ૧૫૭ ઇનિંગમાં ૫૦૦૦ રન પુરા કર્યા હતા. તેનો અર્થ ડેવિડ વોર્નરે વિરાટ કોહલીથી ૨૫ ઇનિંગ પહેલા આ કારનામું કરી દેખાડ્યું છે.
આઈપીએલ ઇતિહાસમાં માત્ર ચાર જ બેટ્સમેનોએ ૫૦૦૦ રન બનવ્યા છે. વિરાટ કોહલી સિવાય સુરેશ રૈના અને રોહિત શર્માએ આ કારનામું કરી દેખાડ્યું છે. ડેવિડ વોર્નર આઈપીએલમાં ૫૦૦૦ રન બનાવનાર પ્રથમ વિદેશી ખેલાડી છે.
ડેવિડ વોર્નરે કોલકાતા સામે ૫૦૦૦ રનનો આંકડો પ્રાપ્ત કર્યો પરંતુ તે ટીમને મેચ જીતાડી શક્ય નહોતા. પ્રથમ મેચ ટાઈ રહી અને પછી સુપરઓવરમાં હૈદરાબાદને કોલકાતાને હરાવી દીધું હતું. ડેવિડ વોર્નર સુપરઓવરમાં પ્રથમ જ બોલમાં બોલ્ડ થઈ ગયા અને ટીમ મેચ હારી ગયા હતા.