દુબઈમાં વિરાટ-અનુષ્કાનો ક્વોલોટી ટાઈમ, શેર કરી રોમેન્ટિક તસ્વીર

October 19, 2020
 13842
દુબઈમાં વિરાટ-અનુષ્કાનો ક્વોલોટી ટાઈમ, શેર કરી રોમેન્ટિક તસ્વીર

આ દિવસોમાં યુએઈમાં આઈપીએલ રમાઈ રહી છે. આઈપીએલમાં આરસીબીનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસ્વીર શેર કરી છે જેમાં તે પોતાની વાઈફ અનુષ્કા શર્મા સાથે જોવા મળી રહ્યા છે. આ તસ્વીરમાં અનુષ્કા અને વિરાટ કોહલી એટલાન્ટિસ ધ પામ, રિસોર્ટસની સામે સમુદ્રમાં જોવા મળી રહ્યા છે. આ તસ્વીરમાં બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. બંનેની આ તસ્વીર હવે સોશિયલ મીડયા પર વાયરલ થઈ રહી છે.

બંનેની આ તસ્વીર ઘણી સુંદર છે. સનસેટની વચ્ચે બંને એક-બીજાની નજીક જોવા મળી રહ્યા છે. જ્યારે તેમની વચ્ચે સુંદર બિલ્ડીંગ જોવા મળી રહી છે. બંને અડધા પાણીમાં ડૂબેલા છે અને એક-બીજાને જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ વિચારવું જ જોઈએ કે, આ સુંદર તસ્વીરના ફોટોગ્રાફર કોણ છે. તો આ તસ્વીર શેર કરતી વખતે વિરાટ કોહલીએ પણ કહ્યું છે કે, તેમની અને અનુષ્કાની શાનદાર તસ્વીર કોણે ક્લિક કરી છે.

બંનેની આ તસ્વીર એબી ડી વિલિયર્સે ક્લિક કરી છે. વિરાટ કોહલીએ તસ્વીર શેર કરતા કેપ્શન દ્વારા આ તસ્વીરની ક્રેડિટ એબી ડી વિલિયર્સને આપી છે. જેને લઈને એબી ડી વિલિયર્સે પણ પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ચાહકોને તેમની આ તસ્વીરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જેના પર લોકો હવે કમેન્ટ્સ દ્વારા પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી જલ્દી જ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યા છે. વર્ષ ૨૦૨૧ માં અનુષ્કા શર્મા પોતાના પ્રથમ બાળકને જન્મ આપશે. બંનેએ તાજેતરમાં તેમના ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે.

Share: