રશ્મિ દેસાઈના લેટેસ્ટ ફોટોશૂટે સોશિયલ મીડિયા પર મચાવ્યો તહલકો
By:
vg.amit
October 28, 2020
3673
Previous
Next
1. રશ્મિ દેસાઈ
અભિનેત્રી રશ્મિ દેસાઈ ઘણી વખત પોતાના ફેશન સ્ટેટમેન્ટથી ચાહકોને આકર્ષિત કરતી રહે છે. ટ્રેડીશનલથી લઈને વેસ્ટર્ન તેમનું દરેક લુક દરેક સ્ટાઇલીશ હોય છે. જ્યારે નવરાત્રી પર રશ્મિ દેસાઈએ એક સુંદર ફોટોશૂટ કરાવ્યું છે. રાજસ્થાની બ્રાઈડલ લુક બાદ રશ્મિ દેસાઈએ મણીપૂરી લુકમાં ફોટોશૂટ કરાવ્યું, જેની તસ્વીરો અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
2. રશ્મિ દેસાઈ
આ તસ્વીરોમાં રશ્મિ દેસાઈ ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. આ તસ્વીરોમાં રશ્મિ દેસાઈ સાડીમાં જોવા મળી રહી છે. રશ્મિ દેસાઈએ પોતાના લુકને સામાન્ય મેકઅપ, ડાર્ક લિપસ્ટિકથી કમ્પલીટ કર્યું છે. હેરસ્ટાઇલની વાત કરીએ તો તેણે વાળની શોભા વધારવા માટે ફૂલોનો ગજરો પણ લગાવ્યો હતો. હૈવી નેકલેસ, કડા, રિંગ્સ અને માંગ ટીકો રશ્મિના લુકને વધુ સુંદર બનાવી રહ્યો છે. તસ્વીરોમાં દુલ્હનની જેમ શરમાતા પોતાનો ચેહરો છુપાવતી જોવા રહી છે.
3. રશ્મિ દેસાઈ
રશ્મિ દેસાઈની દરેક અદા આ તસ્વીરોમાં ગ્લેમરસ જોવા મળી રહી છે. રશ્મિ દેશાઈની આ તસ્વીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો રશ્મિ દેસાઈ તાજેતરમાં એકતા કપૂરના ટીવી શો ‘નાગિન ૪’ માં જોવા મળી હતી. તેના સિવાય તે શોર્ટ ફિલ્મમાં ‘તમસ’ માં જોવા મળી છે. તેના સિવાય રશ્મિ કલર્સનો ટીવી શો બીગબોસમાં શનિવારે પણ જોવા મળશે. આ શોમાં તેમની સાથે શહેનાઝ કૌર ગીલ અને સિદ્ધાર્થ શુક્લા જોવા મળશે.