આજમગઢના પ્રવીણ દુબેને આઈપીએલમાં મળી તક, અમિત મિશ્રાની જગ્યાએ રમશે દિલ્લીની ટીમમાં

October 19, 2020
 13908
આજમગઢના પ્રવીણ દુબેને આઈપીએલમાં મળી તક, અમિત મિશ્રાની જગ્યાએ રમશે દિલ્લીની ટીમમાં

લેગ સ્પિનર પ્રવીણ દુબેને દિલ્હી કેપિટલ્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ૨૭ વર્ષના પ્રવીણ દુબે ઈજાગ્રસ્ત અમિત મિશ્રાની જગ્યા લેશે. ત્રણ ઓક્ટોબરના કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચમાં રિટર્ન કેચ લેવા દરમિયાન અમિત મિશ્રાને ઈજા થઈ હતી. ત્યાર બાદ તે આઈપીએલથી બહાર થઈ ગયા હતા. હએવે તેમની આંગળીની સર્જરી થશે. તાજેતરના દિવસોમાં ઘરેલું ક્રિકેટમાં પ્રવીણ દુબેનું સારું પ્રદર્શન રહ્યું છે.

ઉત્તર પ્રદેશના આજમગઢમાં જન્મેલા પ્રવીણ દુબે કર્ણાટક માટે ઘરેલું ક્રિકેટ રમે છે. આ અગાઉ પણ તે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ માં આઈપીએલના ભાગ રહ્યા છે. આ દિવસોમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમમાં હતા. પરંતુ તેમને આઈપીએલની એક પણ મેચમાં રમવાની તક મળી નહોતી. ગયા વર્ષે પ્રવીણ દુબેએ કર્ણાટકમેં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ચેમ્પિયન બનાવવામાં મહત્વનો રોલ નિભાવ્યો હતો.તેમને ટી-૨૦ ની આ ઘરેલું ટુર્નામેન્ટની ૬ મેચમાં ૮ વિકેટ લીધી હતી.

પ્રવીણ દુબેને પ્રથમ વખત વર્ષ ૨૦૧૫-૧૬ માં કર્ણાટક માટે લીસ્ટ એ ક્રિકેટમાં રમવાની તક મળી હતી. તેમને કર્ણાટક પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન બાદ કર્ણાટક માટે મોટા સ્તર પર રમવાની તક મળી હતી. વર્ષ ૨૦૧૪-૧૫ માં સીઝનમાં તેમને હુબલી ટાઈગર્સ માટે ૬ મેચમાં ૫.૯ ની ઈકોનોમી રેટથી ૭ વિકેટ લીધી હતી. કેપીએલની આગામી સીઝનમાં તેમને ૯ મેચમાં ૮ વિકેટ મળી હતી.

ટી-૨૦ માં ઝલવો

અત્યાર સુધી પ્રવીણ દુબેએ ૧૪ ટી-૨૦ મેચમાં હાજરી આપી છે. જ્યાં તેમને ૧૯.૧૨ ની એવરજથી ૧૯ વિકેટ મળી છે. ખાસ વાત એ છે કે, આ દરમિયાન તેમની ઈકોનોમી રેટ ૬.૮૭ રહી છે. પ્રવીણ દુબે દિલ્લીની ટીમના ચોથા સ્પિનર છે. દિલ્લીની ટીમમાં આ સમયે રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ અને નેપાળના સંદીપ લામિછાને છે.

Share: