‘કુમકુમ ભાગ્ય’ ની અભિનેત્રી ઝરીના રોશન ખાનનું ૫૪ વર્ષની વયે અવસાન

October 19, 2020
 13936
‘કુમકુમ ભાગ્ય’ ની અભિનેત્રી ઝરીના રોશન ખાનનું ૫૪ વર્ષની વયે અવસાન

‘યે રિશ્તા ક્યા કહેલાતા હાઈ’ અને ‘કુમકુમ ભાગ્ય’ જેવી સીરીયલમાં કામ કરી પોતાની ઓળખાણ બનાવનારી અભિનેત્રી ઝરીના રોશન ખાનનું અવસાન થઈ ગયું છે. બતાવવામાં આવી રહ્યું છે કે, હાર્ટએટેકના કારણે અભિનેત્રીનું અવસાન થયું છે. તે ૫૪ વર્ષની હતી. ઝરીના અવસાન ઘણા સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે.

ઝરીના રોશન ખાને ટેલીવિઝન શોમાં કામ કરવા સિવાય કેટલીક ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે. પરંતુ તેમને વાસ્તવિક ઓળખ સીરીયલોથી જ મળી હતી. ‘કુમકુમ ભાગ્ય’ માં તેમને ઇન્દુ સૂરીનું પાત્ર નિભાવ્યું, જેને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. હવે તેમના અચાનક મૃત્યુના સમાચાર સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા છે.

સુર્તી ઝાએ આ દુઃખદ પ્રસંગે ઝરીના રોશન ખાનનો એક વિડીયો શેર કર્યો છે. તેમાં તે મસ્તીમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ સિવાય સુર્તીએ ઝરીના સાથેની પોતાની એક તસ્વીર પણ શેર કરી છે.

અભિનેતા શબ્બીર અહલૂવાલિયાએ પણ ઝરીના રોશનની સાથેની એક ક્યૂટ સેલ્ફી શેર કરી છે. તેમાં શબ્બીર, ઝરીનાના ગાલ પર કિસ કરતા જોવા મળી રહ્યા છે. તેમને તસ્વીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “આ ચાંદ સા રોશન ચેહરા.”

અભિનેતા વિન રાણા, જેમને કુમકુમ ભાગમાં પૂરબની ભૂમિકા નિભાવી હતી, તેમને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સેક્સન પર ઝરીનાની એક તસ્વીર શેર કરી અને દુઃખ વ્યક્ત કર્યું છે. તેના સિવાય ટેલીવિઝનના ઘણા કલાકાર પણ ઝરીનાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

Share: