અમેરિકા મા ભારતીય વસ્તી નું પ્રમાણ ધરાવતા વિસ્તાર મા કોરોના એ ફરી માથું ઊંચક્યું

October 19, 2020
 89960
અમેરિકા મા ભારતીય વસ્તી નું પ્રમાણ ધરાવતા વિસ્તાર મા કોરોના એ ફરી માથું ઊંચક્યું

ભારતીય ડોકટરો ની મોદી તરફી પેનલો દ્વારા તો બણગા મારવામાં આવ્યા હતા કે ફેબ્રુઆરી મહિનામાં કોરોના વાયરસ નો ડર ઓછો થઈ જશે જેવી રીતે નરેન્દ્ર મોદીએ ૨૪ માર્ચે સાંજે 8 આંઠ વાગે કહ્યું હતું કે આપણે બધા ભેગા મળીને કોરોના વાયરસ ને ૨૧ દિવસ માં હરાવવાનો છે પણ ભારત દેશ ની ૯૦ થી ૧૦૦ કરોડ જનતા કોરોના વાયરસ ના ડર થી એવી રીતે હારી ગઈ છે કે આવનાર બીજા ૧૨ મહિના આવી રીતે જશે તો પરિવાર સાથે સામૂહિક આત્મ હત્યા સિવાય કોઈ વિકલ્પ જ નહીં રહે અને દેશ ની આ હાલત માટે જવાબદાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોક ડાઉન ની નીતી છે અને તેમને જાહેર કરેલું ૨૦૦૦૦૦૦૦૦ વીસ લાખ કરોડ રૂપિયા નું એવું ખોટું રાહત પેકેજ હતું કે દેશ ના ૮૦ એંશી કરોડ જનતા માંથી કોઈ નાગરિક ના હાથ મા આ રાહત પેકેજ માંથી એક લાખ ૧૦૦૦૦૦ રૂપિયા પણ આવ્યા નથી.

કોરોના વાયરસ ની સત્ય હકીકત જે હોય તે પણ હાલ અમેરિકા મા કેલિફોર્નિયા ન્યુ જર્સી ફ્લોરિડા મા જ્યાં ગુજરાતી અને ભારતીય લોકો ની વસ્તી વધુ છે ત્યાં એક દિવસ માં જ હદ બહાર ના કોરોના વાયરસ ના દર્દીઓ નોંધાયા છે ગઈ કાલે અમેરિકા મા કુલ ૭૦૦૦૦ સિત્તેર હજાર જેટલા કોરોના વાયરસ ના દર્દીઓ નોંધાય ચૂક્યા છે. યુરોપ મા પણ ફરી એકવાર કોરોના વાયરસ એ માથું ઊંચક્યું છે. ભારત દેશ ની એક માત્ર એવી સરકાર છે જેના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ને પોતાના દેશમાં ૭૫૦૦૦૦૦ પંચોતેર લાખ જેટલા દર્દી અને ૧૧૦૦૦૦ એક લાખ દસ હજાર થી વધુ લોકો ના મોત બાદ પણ ચુંટણી પ્રચાર કરવા મા થી પહેલા કે હાલ ફુરસદ નથી. આરોગ્ય ક્ષેત્રે પાછલા સાત મહિના સુધી મા કોરોના વાયરસ આવ્યા પછી પણ કોઈ નવી આરોગ્ય નીતી મોદી સરકાર દ્વારા બની જ નથી.

લંડન માં જનતા એ સડકો ઉપર સરકાર ની સામે કોરોના ને કંટ્રોલ કરવા માટે વિરોધ પ્રદર્શન કર્યું છે. જ્યારે ગુજરાત મા તો કોરોના વાયરસ ના દર્દીઓ ને બેરહેમી પૂર્વક આરોગ્ય વાળા ઓ ની ટીમ મારતી હોય તેવા વિડિયો વાયરલ થયા છે. વિદેશો મા હવે વધુ ને વધુ યુવાનો કોરોના વાયરસ ની ઝપટે આવવા લાગ્યા છે. જેમાં વિદેશો મા રહેતા ભારત ના નાગરિકો મા ચિંતા વ્યક્ત થઈ રહી છે અને ભારત દેશ મા પણ સ્થિતિ સહેજ પણ સામાન્ય નથી. નવેમ્બર મહિનામાં થનાર વિધાનસભા ની ચુંટણી પછી દેશમાં ઠંડી નો માહોલ જામશે ત્યારે ભારત માં સ્થિતિ ખાંસી શરદી અને તાવ ના લીધે બગડી જશે ત્યારે સરકાર દ્વારા હાલ કોરોના વાયરસ ના જે થિયરી પ્રમાણે ટેસ્ટ થઈ રહ્યા છે તે ટેસ્ટ આમ જનતા માટે શું બતાવશે?? કોરોના પોઝિટિવ કે નેગેટિવ??

- કલ્પેશ ભાટિયા

(આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: