મોહમ્મદ નબીની બીગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સ ટીમમાં વાપસી

October 21, 2020
 13881
મોહમ્મદ નબીની બીગ બેશ લીગમાં મેલબોર્ન રેનેગેડ્સ ટીમમાં વાપસી

અફઘાનિસ્તાનના દિગ્ગજ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ બીગ બેશ લીગની ૧૦ મી સીઝન માટે મેલબોર્ન રેનેગેડ્સ ટીમની સાથે ફરીથી કરાર કર્યો છે. આ મેલબોર્ન રેનેગેડ્સની સાથે મોહમ્મદ નબીની ચોથી સીઝન હશે અને આઈપીએલ સમાપ્ત થયા બાદ તે ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે.

ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં દુનિયાના નંબર વન ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ મેલબોર્ન માટે બીબીએલમાં ૨૭ મેચ રમી છે. આ દરમિયાન તેમને ૩૦ ની એવરજ અને ૧૩૧ ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી છે અને ૨૧ વિકેટ પણ લીધી છે.

મોહમ્મદ નબીએ મેલબોર્ન ટીમની સાથે કરાર બાદ કહ્યું હતું કે, મેં આ ટીમમાં હંમેશા રમવાનો આનંદ ઉઠાવ્યો અને બીગ બેશ લીગમાં દુનિયાના શાનદાર પ્લેયર્સ સામે પોતાને ટેસ્ટ કર્યા છે. ચોથી સીઝન માટે મેલબોર્ન રેનેગેડ્સની સાથે ફરીથી કરાર કરી હું ઘણો ખુશ છુ.

રેનેગેડ્સના કોચ માઈકલ ક્લિંગરે પણ મોહમ્મદ નબીને લઈને પ્રતિક્રિયા આપી છે. તેમને કહ્યું છે કે, મોહમ્મદ નબી જે રીતના ખેલાડી છે તેને જોતા તે અમારી ટીમના મહત્વના સભ્ય છે. તે અલગ-અલગ પરીસ્થિતિઓમાં બેટિંગ અને બોલિંગ બંને કરી શકે છે. તેના સિવાય તે ગેમને ઘણી સારી રીતે રીડ કરે છે. માઈકલ ક્લિંગરે કહ્યું છે કે, અમે ફરીથી મોહમ્મદ નબીને પોતાના મિડલ ઓર્ડરમાં એક મહત્વની ભૂમિકા નિભાવતા જોવા માંગીએ છીએ. તેના સિવાય તે મહત્વની ઓવર્સમાં બોલિંગ પણ કરશે.

તમને જણાવી દઈએ કે, મોહમ્મદ નબી આ સમયે આઈપીએલમાં વ્યસ્ત છે જ્યાં તે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમના ભાગ છે. તેમ છતાં અત્યર સુધી નબીને પ્લેઇંગ ઇલેવનમાં વધુ તક મળી નથી.

મેલબોર્ન રેનેગેડ્સની ટીમ આ પ્રકાર છે : કેમરોન બોએસ, જૈક એવાન્સ, એરોન ફિન્ચ (કેપ્ટન) જૈક ફ્રેસર, સૈમ હાર્પર, માર્કસ હેરિસ, મેકેનજી હાર્વે, જોન હોલેન્ડ, શોન માર્શ, મોહમ્મદ નબી, જેમ્સ પેટીન્સન, કેન રિચર્ડ્સન, વિલ સદરલેન્ડ અને બી વેબસ્ટર

Share: