આરસીબીના બોલરોએ આઈપીએલ ઇતિહાસનો મોટો રેકોર્ડ બનાવ્યો

October 22, 2020
 13952
આરસીબીના બોલરોએ આઈપીએલ ઇતિહાસનો મોટો રેકોર્ડ બનાવ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આ વખતે ખુબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે. બેટિંગ સિવાય હવે આરસીબીની બોલિંગ પણ શાનદાર જોવા મળી રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચમાં આરસીબીના બોલરોએ શાનદાર બોલિંગ કરતા બેટ્સમેનોને હેરાન કરી દીધા હતા. તેમને આ મેચમાં મેડન ઓવર ફેંકવાનો નવો રેકોર્ડ બનાવી દીધો હતો. મોહમ્મદ સિરાઝે પોતાની શરૂઆતી બંને ઓવર મેડન ફેંકી અને આઈપીએલની એક મેચમાં બે મેડન ઓફ ફેંકનાર પ્રથમ બોલર બની ગયા છે.

મોહમ્મદ સિરાજે વ્યક્તિગત રેકોર્ડ તો બનાવ્યો છે પરંતુ ટીમે પણ અલગ રેકોર્ડ પોતાના નામે કરી દીધો હતો. આરસીબીના ત્રણ બોલરોને મળીને ૪ મેડન ઓવર ફેંકી અને આઈપીએલ ઇતિહાસમાં આવું પહેલા ક્યારેય પણ થયું નથી. મોહમ્મદ સિરાજે ૨ ઓવર મેડન ફેંકી તથા ત્યાર બાદ ક્રિસ મોરિસે પણ એક મેડન ઓફર ફેંકી હતી. તેમની પાછળ વોશીંગ્ટન સુંદરે પણ એક મેડન ઓફર ફેંકી હતી. ત્રણેએ ચાર ઓવર મેડન ફેંકી અને આઈપીએલ ઇતિહાસમાં આવું પહેલા ક્યારેય થયું નહોતું.

આરસીબીની ટીમે કેકેઆર સામે નવી બોલથી શાનદાર બોલિંગનું પ્રદર્શન કરતા કોઈ પણ બેટ્સમેનને ક્રીઝ ટકવાની તક આપી નહોતી. સંપૂર્ણ ૨૦ ઓવર રમ્યા બાદ કેકેઆરની ટીમે ૮૪ રન બનાવ્યા હતા. આ આઈપીએલમાં આ અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે. કેકેઆરની ટીમથી આવી રીતની રમતની આશા કોઈને પણ નહીં હોય. ઇયોન મોર્ગન સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યા હતા. તેમને ૩૦ રનનું યોગદાન આપ્યું હતું. મોહમ્મદ સિરાજે ૩ અને ચહલે બે વિકેટ લીધી હતી.

જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ૧૪ મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવી જીત પ્રાપ્ત કરી લીધી હતી. મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરતા ચાર ઓવરમાં માત્ર આઠ રન આપી ત્રણ વિકેટ લીધી અને તેમને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

Share: