ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસને મળી મંજૂરી

October 23, 2020
 13897
ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસને મળી મંજૂરી

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ કન્ફર્મ થયા બાદ એક મહત્વના સમાચાર આવ્યા છે કે, ભારતીય ટીમ એક સાથે બે મેચ રમશે. સફેદ બોલ અને લાલ બોલ બંને પ્રારૂપમાં ભારતીય ટીમ એક જ દિવસમાં રમતા જોવા મળી શકે છે. નવેમ્બરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે.

વિરાટ કોહલીની ટીમ જયારે સફેદ બોલ ક્રિકેટ મેચમાં રમી રહી હશે ત્યારે રેગ્લ્યુર ટેસ્ટ મેચ રમવાની ટીમના સભ્ય રિઝર્વ ખેલાડીઓ સામે અભ્યાસ મેચ રમી શકે છે. ન્યુ સાઉથવેલ્સ સરકારે ભારતીય ટીમના પ્રવાસની પરવાનગી આપી દીધી છે.

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં કોરેન્ટાઈનપ્રક્રિયા પૂરી કર્યા બાદ સફેદ બોલ ક્રિકેટ માટે મેદાન પર ઉતરશે. ૨૭ અને ૨૯ નવેમ્બર પ્રથમ અને બીજી વનડે મેચ સિડનીમાં રમાશે. ત્યાર બાદ આગામી વનડે એક ડીસેમ્બર અને પ્રથમ ટી-૨૦ મેચ ૪ ડીસેમ્બરના કેનબરામાં રમાશે. ત્યાર બાદ બંને ટીમો પછી સિડનીમાં આવશે જ્યાં ૬ અને ૮ નવેમ્બરના બીજી અને ત્રીજી ટી-૨૦ મેચ રમાશે.

સફેદ બોલ સીરીઝ સમાપ્ત થયા બાદ એડીલેડ ઓવલમાં પિંક બોલ ટેસ્ટ મેચ રમાશે. તેના સિવાય કોરોના વાયરસને જોતા એડીલેડને બોક્સિંગ ડે ટેસ્ટ મેચ માટે બેકઅપના રૂપમાં રાખવામાં આવ્યા છે. બોક્સિંગ ડે ટેસ્ટ મેચ વેન્યુ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ છે. ત્યાર બાદ અંતિમ ટેસ્ટ મેચ ૭ થી ૧૧ જાન્યુઆરી સિડનીમાં રમાવવાની છે. ભારતીય ટીમ દોઢ મહિનાથી વધુ સમય ઓસ્ટ્રેલિયામાં પસાર કરશે. આઈપીએલ સમાપ્ત થયા બાદ ટીમ ઇન્ડિયા ત્યાંથી ઓસ્ટ્રેલિયા માટે રવાના થઈ જશે. ભારતીય ટીમને પ્રવાસ પર ગયા બાદ કોરોના વાયરસને જોતા નિયમોનું પાલન કરવું પડશે. મેચ બાયો સિયોર્ડ બબલમાં રમાશે.

Share: