મુંબઈ સામેની હાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીનું આવ્યું મોટું નિવેદન

October 24, 2020
 13884
મુંબઈ સામેની હાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીનું આવ્યું મોટું નિવેદન

ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આઈપીએલ ૨૦૨૦ ખૂબ જ ખરાબ રહી છે. પહેલા રૈના અને હરભજન સિંહે રમવાની ના પાડી હતી, પછી ખેલાડી ઈજાગ્રસ્ત થયા અને હવે ૧૧ માં આઠ મેચ હારી ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. મુંબઈ સામે શુક્રવારના મળેલી ખરાબ હારથી નિરાશ ધોનીએ આગામી વર્ષે આઈપીએલની તૈયારી શરુ કરવાના સંકેત આપી દીધા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું છે કે, આગામી વર્ષને ધ્યાનમાં રાખતા બાકી ત્રણ મેચમાં યુવાઓને રમાડવામાં આવશે. મુંબઈ ઇન્ડિયન્સના સામે દસ વિકેટથી મળેલી હાર બાદ ધોનીએ કહ્યું છે કે, “આવી રીતના પ્રદર્શનને જોયું નહોતું. અમને એ જોવાનું રહેશે કે, ભૂલ ક્યા થઈ. આ અમારું વર્ષ નહોતું. તમે ભલે આઠ વિકેટથી હારો અથવા ૧૦ વિકેટથી. તેનો કોઈ ફરક પડતો નથી કે, આપણે ટુર્નામેન્ટમાં આ ક્ષણે ક્યા છીએ અને તે આપણને દુઃખી કરે છે.”

તેમને જણાવ્યું છે કે, “અમારે બીજી જ મેચથી જોવાનું હતું કે, અમે ક્યા ખોટું કર્યું છે. રાયડુ ઈજાગ્રસ્ત થઈ ગયા અને બાકી બેટ્સમેન તેમનું બસો ટકા આપી શક્યા નહોતા. નસીબે પણ અમારો સાથ નહોતો આપ્યો. જે મેચમાં અમે પ્રથમ બેટિંગ કરવા ઈચ્છતા હતા. ત્યાં ટોસ જીતી શક્યા નહોતા. જ્યારે અમે પ્રથમ બેટિંગ કરી તો ઓસ પડી હતી.

ત્રણ વખતની ચેમ્પિયન ટીમના કેપ્ટન કહ્યું હતું કે, “ખરાબ પ્રદર્શન કરવા પર સો બહાના આપી શકે છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, આપણે પોતાને પૂછવું પડશે કે, શું આપણે આપણી શ્રેષ્ઠતા માટે રમી શક્યા છીએ. શું આપણે અત્યાર સુધી પોતાના રેકોર્ડ અનુસાર રમ્યા છીએ. ના, અમે ઘણો પ્રત્યન કર્યો પરંતુ સફળ રહ્યા નથી.

ધોનીએ આગળ જણાવ્યું હતું કે, આગામી વર્ષ માટે સ્પષ્ટ ચિત્ર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને કહ્યું છે કે, “આગામી વર્ષ માટે ઘણું બધું થશે. આવનારી ત્રણ મેચમાં યુવા ખેલાડીઓને પરખવામાં આવ્યા હતા. આગામી વર્ષને ધ્યાનમાં રાખીને, અમે જોશું કે, ડેથ ઓવરોમાં સારી બોલિંગ કરી શકે છે અને કોણ બેટિંગનો દબાવ સામનો કરી શકે છે. આગામી ત્રણ મેચમાં નવા ચેહરાને આજમાવવામાં આવશે.”

Share: