શેન વોર્ને વર્લ્ડ ક્રિકેટના બે ઓલ ટાઈમ મહાન બેટ્સમેનોના નામ ગણાવ્યા

October 25, 2020
 13921
શેન વોર્ને વર્લ્ડ ક્રિકેટના બે ઓલ ટાઈમ મહાન બેટ્સમેનોના નામ ગણાવ્યા

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વોર્ને બે ઓલ ટાઈમ મહાન બેટ્સમેનોના નામ ગણાવ્યા છે. શેન વોર્નના મુજબ આ બે બેટ્સમેનોએ તેમની બોલ સામે વધુ રન બનાવ્યા અને તેમને આઉટ કરવા ઘણા મુશ્કેલ હતા.

સ્પોર્ટ્સકીડાના ફેસબુક પેજ પર ઈન્દ્રાનીલ બસુની સાથે વાતચીતમાં શેન વોર્ને ભારતના મહાન ઓપનર બેટ્સમેન સચિન તેંડુલકર અને વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારાને ઓલ ટાઈમ ગ્રેટ ગણાવ્યા છે.

તેમને કહ્યું છે કે, મારા યુગમાં સચિન તેંડુલકર અને બ્રાયન લારા શાનદાર બેટ્સમેન હતા. મારા મતે આ બંને ખેલાડીઓ મારા સમયના શ્રેષ્ઠ બેટ્સમેન હતા. આ બંને ખેલાડી વર્લ્ડ ક્રિકેટના મહાન ખેલાડીઓમાંથી એક છે. આ ખેલાડીઓ સામે બોલિંગ કરવી મને ખૂબ જ પસંદ હતી. કેટલાક દિવસો અથવા મોટા ભાગે આ મારી સામે વધુ રન બનાવતા હતા પરંતુ હું ક્યારેક તેમને આઉટ પણ કરતો હતો.

શેન વોર્ને આગળ જણાવ્યું હતું કે, લોકો બ્રાયન લારા, સચિન તેંડુલકર અને મને બીગ થ્રી બુલાવ્તા હતા. મારું માનવું છે કે, અમે ત્રણે ક્રિકેટને વધુ રસપ્રદ અને રોમાંચક બનાવ્યા જેને જોઇને ચાહકોને ઘણી મજા આવતી હતી.

જ્યારે શેન વોર્ને સ્પીન બોલિંગને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી. તેમના મુજબ આ સમયે વર્લ્ડ ક્રિકેટમાં મોટા ભાગે શાનદાર બોલર સ્પિનર્સ જ છે. શેન વોર્ન મુજબ કોઈએ પણ વિચારવું જોઈએ નહીં કે, સ્પીન બોલર ટી-૨૦ ક્રિકેટમાં સર્વાઈવ કરી શકશે પરંતુ આ સમયે દુનિયાના ૧૦ શાનદાર બોલરોમાં ૯ સ્પિનર જ છે.

શેન વોર્ને વધુ જણાવતા કહ્યું હતું કે, ટી-૨૦ ક્રિકેટ અને આઈપીએલમાં આટલા શાનદાર સ્પિનર હોવું શાનદાર છે. જ્યારે ટી-૨૦ ક્રિકેટની શરૂઆત થઈ હતી ત્યારે લોકોએ વિચાર્યું હતું કે, હવે સ્પિનર બોલરોનું મહત્વ રહેશે નહીં પરંતુ સ્પિનર્સ ઘણું સફળ રહ્યું છે. આ જોઇને સારું લાગી રહ્યું હતું કે, ટી-૨૦ ક્રિકેટમાં વિકેટ લેવા માટે સ્પિન એક મોટું હથીયાર બની ગયું છે. આ સમયે આઈપીએલમાં ઘણા શાનદાર લેગ સ્પિનર છે.

Share: