વ્હોટ્સએપ બીઝનેસ એપના યુઝર્સ માટે આવ્યા આ ખરાબ સમાચાર

October 26, 2020
 15240
વ્હોટ્સએપ બીઝનેસ એપના યુઝર્સ માટે આવ્યા આ ખરાબ સમાચાર

જો તમે વ્હોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ કરે છે તો આ સમાચાર તમારા માટે જ છે. વોટ્સએપે યુઝર્સને મોટો ઝટકો આપતા જાહેરાત કરી છે કે, ખૂબ જ જલદી તે પોતાની બીઝનેસ એપ યુઝર્સથી સેવાના બદલે ચાર્જ લેશે. તમને જણાવી દઈએ કે, વ્હોટ્સએપ બીઝનેસ એપ યુઝર્સની સંખ્યા ૫ કરોડથી વધુ થઈ ગઈ છે એવામાં કંપનીએ બીઝનેસ એપ યુઝર્સ માટે પે ટુ મેસેજ ફીચરની જાહેરાત કરી છે જેના હેઠળ બીઝનેસ એપ ઉપયોગ કરનાર યુઝર્સથી કંપની પૈસા લેશે, તેમ છતાં કેટલા પૈસા લેવામાં આવશે તેની જાણકારી કંપનીએ હજુ આપી નથી.

વ્હોટ્સએપે પોતાના બ્લોગમાં કહ્યું હતું કે, “અમે પોતાના બીઝનેસ ગ્રાહકોને આપવા આવનારી કેટલીક સેવાઓ માટે ચાર્જ લેવા જઈ રહ્યા છીએ, જેથી પોતાના બે અરબથી વધુ યુઝર્સને ફ્રીમાં એન્ડ-ટુ૦-એન્ડ એન્ક્રિપ્ટેડ ટેક્સ્ટ, વિડીયો અને વોઈસ કોલિંગ જેવી સુવિધા આપવાનું ચાલુ રાખી શકીએ.

આ લોકોની મુશ્કેલીમાં થશે વધારો

તમારા કોઈ મિત્ર અને સંબંધી વ્હોટ્સએપ બિઝનેસ એપનો ઉપયોગ એટલા માટે પણ કરે છે કેમકે તેમાં કોઈ મેસેજનો ઓટોમેટીક રીપ્લાઈ કરી શકાય છે જે સાધારણ એપમાં થઈ શકતો નથી. ઓટોમેટીક રીપ્લાઈ ફીચર માટે પણ યુઝર્સને હવે પૈસા ચુકવવા પડી શકે છે. એવામાં તેમના માટે સારું થશે કે, તે બીઝનેસ એપને ડીલીટ કરી સાધારણ એપનો જ ઉપયોગ કરે.

Share: