ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, વનડે અને ટી-૨૦ માં લોકેશ રાહુલ વાઈસ કેપ્ટન

October 27, 2020
 14039
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, વનડે અને ટી-૨૦ માં લોકેશ રાહુલ વાઈસ કેપ્ટન

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઈએ સોમવારે સીમિત ઓવર ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમના કેટલાક તે નામોને સામેલ કરવામાં આવ્યા છે જેને આઈપીએલમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે. ભારતીય ટી-૨૦ ટીમમાં ૧૬ સભ્ય છે. તેના સિવાય વનડેમાં ૧૫ ખેલાડી છે.

સૌથી મોટી વાત એ રહી છે કે, આ ટીમોમાં રોહિત શર્માનું નામ સામેલ નથી. રોહિત શર્મા આઈપીએલમાં હેમસ્ટ્રિંગ ઈજાનો સામનો કરી રહ્યા છે. તેનો અર્થ એ પણ હો શકે છે કે, તે આઈપીએલમાં બાકી રહેલી આ સીઝનથી બહાર થઈ જશે. નવા નામોમાં સૌથી મહત્વનું નામ વરુણ ચક્રવર્તીનું રહ્યું છે. આઈપીએલમાં શાનદાર રમતનું ઇનામ તેમને મળી ગયું છે.

ભારતીય ટીમ આ પ્રકાર છે

વનડે ટીમ આ પ્રકાર છે : શિખર ધવન, શુભમન ગીલ, લોકેસ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવીન્દ્ર જાડેજા, યુજ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર

ટી-૨૦ ટીમ આ પ્રકાર છે : વિરાટ કોહલી, શિખર ધવન, મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુજ્વેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, નવદીપ સૈની, દીપક ચાહર, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી

આઈપીએલ બાદ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જવાનું છે. સંજૂ સેમસન, વરુણ ચક્રવર્તી જેવા ખેલાડીઓએ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે તેનું તેમનું ફળ મળ્યું છે. ઋષભ પંત ટીમમાં નથી. તેના સિવાય હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાને પણ જગ્યા મળી નથી. ભારતીય ટીમમાં કેટલાક રિઝર્વ ખેલાડીઓને પણ જગ્યા મળી છે. કાર્તિક ત્યાગી, ઇશાન પોરેલ, કમલેશ નાગરકોટી અને નટરાજનને રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર સૌથી પહેલા ભારતીય ટીમના ત્રણ પ્રારૂપોમાં રમવાનું છે. નવેમ્બરમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા જશે અને વાપસી જાન્યુઆરીમાં થશે.

Share: