સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પોસ્ટ કરનાર પર થશે કાર્યવાહી

October 22, 2019
 1133
સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પોસ્ટ કરનાર પર થશે કાર્યવાહી

સોશિયલ મીડિયા આજે આપણા રોજીંદા જીવનનું એક ભાગ બની ગયું છે. સોશિયલ મીડિયાથી નવી બાબતો સાથે નવા પડકારો પણ ઉભા થયા છે. આ પ્લેટફોર્મ પર દેશ વિરોધી કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવે છે. તેને રોકવા માટે ભારત સરકાર નવા વર્ષની શરૂઆતમાં જ સોશિયલ મીડિયા પર હેટ સ્પીચ ફેલાવનાર સામે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. વાસ્તવમાં, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિકસ એન્ડ એન્ફોર્મેશને સોશિયલ મીડિયાના આવા કન્ટેન્ટ પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. આ દસ્તાવેજ મુજબ સોશિયલ સાઈટ્સ પર હેટ સ્પીચ સહિત અન્ય કાર્યો પર રોક લગાવવા માટે નિયમ બનાવવામાં આવે, જેનાથી આ પ્લેટફોર્મ સલામત અને વધુ સારું બને.

નવા નિયમ લઈને આવશે સરકાર

સરકારે એફિડેવિટમાં કહ્યું છે કે, અમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર જેવા પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલ કન્ટેન્ટ માટે જવાબદાર કોણ છે, તેને લઈને અમે વિચાર કરી રહ્યા છે. તેની સાથે અમે સોશિયલ મીડિયા માટે ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ થી નવા નીયમ લઈને આવશે અને પ્રોવાઇડર્સને તેની માહિતી આપીશું.

ત્રણ અઠવાડિયામાં બન્યા નવા નિયમ

તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોસે સરકારને ત્રણ અઠવાડિયાની અંદર સોશિયલ મીડિયા માટે નવી ગાઈડલાઈન્સ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા કંપની કોઈ પણ ફેક ન્યુઝની ઓળખાણ કરી શકતી નથી. જયારે, ભારત સરકારને આ સ્થિતિને ધ્યાનમાં રાખી સમાધાન લાવવું જોઈએ. તેની સાથે જ સોશિયલ મીડિયાની સુરક્ષા માટે પબ્લિક ઇન્ટ્રેસ્ટ લિસ્ટિગનેશન કોર્ટમાં દાખલ કરાવી ચુક્યા છે.

Share: