જિયો હેપ્પી ન્યુ યર ઓફર, કેશબેકમાં મળશે હવે શોપિંગ કૂપન

December 29, 2018
 856
જિયો હેપ્પી ન્યુ યર ઓફર, કેશબેકમાં મળશે હવે શોપિંગ કૂપન

ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના યુઝર્સ માટે હેપ્પી ન્યુ યર ઓફર લોન્ચ કરી છે. જિયોની આ ઓફરમાં ૧૦૦% કેશબેક ઓફર છે અને આ ઓફર જિયોના સૌથી લોકપ્રિય પ્રીપેડ પ્લાન ૩૯૯ રૂપિયા અને તેનાથી વધુ કિંમત વાળા પ્લાનની સાથે મળશે. રિલાયન્સ જિયોએ આ ઓફર માટે AJIO ની સાથે ભાગીદારી કરી છે. જિયોની આ નવી ઓફરની ખાસિયત એ છે કે, આ વખતે કેશબેકના રૂપમાં તમને ૫૦ રૂપિયાની કૂપન નહિ પરંતુ શોપિંગ કૂપન મળશે. તમને જણાવી દઈએ કે, AJIO મુકેશ અંબાણીની કંપની રિલાયન્સનુ ફેશન બેસ્ડ ઈ-કોમર્સ પ્લેટફોર્મ છે જેની શરૂઆત ૨૦૧૬ માં થઈ હતી. અહીંથી તમે ઓનલાઈન શોપિંગ કરી શકો છો.

આવી રીતે ઉઠાવો લાભ

જિયોની આ ઓફર તમે જિયોની વેબસાઈટ માય જિયો એપથી લઇ શકો છો. કૂપન આ વખતે પણ તમને માય જિયો એપના માય કૂપન સેક્શનમાં દેખાશે. ૧૦૦ ટકા કેશબેક કૂપનનો ઉપયોગ તમે AJIO એપ અથવા વેબસાઈટ પર ઓછામાં ઓછી ૧૦૦૦ રૂપિયાની ખરીદી પર કરી શકો છો. જો તમે ૩૯૯ રૂપિયાનું રિચાર્જ કરાવ્યું છે તો તમને ૩૯૯ રૂપિયા કેશબેકના રૂપમાં મળશે. એવમાં AJIO થી ૧૦૦૦ રૂપિયાની શોપિંગ કરવા પર તમને ૬૦૧ રૂપિયા જ આપવા પડશે.

ઓફરની વેલીડીટી

જિયોની હેપ્પી ન્યુ યર ઓફરની શરૂઆત ૨૮ થઈ ગઈ છે અને ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી ચાલશે. તમને જણાવી દઈએ કે, જિયોની આ ઓફર વર્તમાન અને નવા ગ્રાહકો બંનેના માટે છે. 

Share: