આ છે દુનિયાનું સૌથી મોંઘુ ટોયલેટ સીટ, કિંમત જાણી થઈ જશો આશ્વર્યચકિત

November 11, 2019
 367
આ છે દુનિયાનું સૌથી મોંઘુ ટોયલેટ સીટ, કિંમત જાણી થઈ જશો આશ્વર્યચકિત

દુનિયામાં ઘણા લોકો મોંઘા-મોંઘા ટોયલેટ સીટ લગાવે છે, પરંતુ ચીનમાં એક એવા ટોયલેટ સીટને પ્રદર્શિત કરવામાં આવ્યું છે જેને સંપૂર્ણ દુનિયાને હેરાન કરી દીધા છે. વાસ્તવમાં ચીનના શંઘાઇમાં આ આ દિવસોમાં ચાઈના આંતરરાષ્ટ્રીય ઈમ્પોર્ટ એક્સપો ચાલુ છે. અહીંની ઘણી કંપનીઓ તેમના દ્વ્રારા નિર્મિત કરેલ કિંમતી સામાનનું પ્રદર્શન કર્યું છે. આ એક્સપોમાં હોંગકોગમાં આવેલ જ્વલેરી બ્રાંડ કોરોનેટ તરફથી ખુબ જ કિંમતી ટોયલેટ બુલેટ-પ્રૂફ સીટને પ્રદર્શિત કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, આ ટોયલેટ સીટની ખાસ વાત છે કે, આ ખાસ સોનાથી બનેલું છે, તેની સાથે જ આ ટોયલેટ સીટ ગીનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ શકે છે. કંપનીનો દાવો છે કે, આ ટોયલેટ સીટ પર કોઈ પણ અન્ય ટોયલેટ સીટથી વધુ હીરા જોડાયેલા છે. વિદેશી સમચારોના રીપોર્ટ અનુસાર, આ ટોયલેટ સીટને શુદ્ધ સોનામાંથી બનાવવામાં આવ્યું છે, તેના સિવાય તેમના ૪૦ હજાર ૮૧૫ નાના હીરાને પણ જોડવામાં આવ્યા છે.

હીરાનું વજન ૩૩૪.૬૮ કેરેટ છે, આ હીરા ટોયલેટ સીટ પર બુલેટપ્રૂફ કાંચની અંદરથી લગાવવામાં આવ્યા છે. એક્સપોમાં આવનાર લોકો આ ટોયલેટ સીટને જોઇને આશ્વર્યચકિત થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ટોયલેટ સીટ કિંમત ૧૩ લાખ અમેરિકી ડોલર એટલે ભારતીય ચલણમાં લગભગ ૯.૨૩ કરોડ રૂપિયા છે.

Share: