શેન વોટ્સને ઓસ્ટ્રેલીયન ક્રિકેટર્સ એસોસિએશનના ચેરમેન તરીકે નિમણુક

November 12, 2019
 96
શેન વોટ્સને ઓસ્ટ્રેલીયન ક્રિકેટર્સ એસોસિએશનના ચેરમેન તરીકે નિમણુક

ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસનને ઓસ્ટ્રેલીયન ક્રિકેટર્સ એસોસિએશનના અધ્યક્ષ તરીકે નિમણુક કરવામાં આવ્યા છે. અધ્યક્ષ બન્યા બાદ તેમને જણાવ્યું છે કે, જેનાથી તેમને રમતની સેવા કરવામાં મદદ મળશે. આ નિમણુંકતા એસીએની સોમવારની રાતે થયેલી વાર્ષિક બેઠકમાં કરવામાં આવી છે.

શેન વોટ્સને પોતાની નિમણુંકતા બાદ ટ્વીટ કર્યું છે કે, “હું એસીએના પ્રમુખ તરીકે ચૂંટાવાથી ગૌરવ અનુભવું છુ, કેમકે ભવિષ્યમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ હશે. મને તે લોકોના મહત્વના કાર્યોની આગળ વધારવા છે, જેમને આ અગાઉ આ ભૂમિકા નિભાવી હતી. હું આ તક મળવાથી ખુબ જ ઉત્સાહિત છુ. તેનાથી મને આ રમતને ફરીથી કંઇક આપવામાં મદદ મળશે જેને મને ઘણું બધું આપ્યું છે.”

શેન વોટ્સને ઓસ્ટ્રેલિયા તરફથી ૫૯ ટેસ્ટ, ૧૯૦ વનડે અને ૫૮ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે ઇન્ડીયન પ્રીમિયર લીગમાં ચેન્નાઈ સુપરકિંગ્સથી સતત સારુ પ્રદર્શન કરતા રહ્યા છે.

આ ઓલરાઉન્ડર ૧૦ સભ્યોના બોર્ડના સભ્ય હશે, જેને ત્રણ નવી નિમણુંક દ્વ્રારા વધારવામાં આવ્યા છે.

વર્તમાન ઓસ્ટ્રેલીયન ક્રિકેટર પેટ કમીન અને ક્રિસ્ટીન બીમ્સ તથા ક્રિકેટ કોમેન્ટર અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલીયન ખેલાડી લીસા સ્ટાલેકરને તેમાં સામેલ કરવામાં આવ્યા છે.

Share: