મહારાષ્ટ્ર : શિવસેનાએ રાજયપાલના નિર્ણય વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમા કરી અરજી 

November 12, 2019
 606
મહારાષ્ટ્ર : શિવસેનાએ રાજયપાલના નિર્ણય વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમા કરી અરજી 

મહારાષ્ટ્રમા રાજયપાલ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ વચ્ચે શિવસેના રાજયપાલના નિર્ણયને પડકારવા સુપ્રિમ કોર્ટ પહોંચ્યું છે. જમા રાજયપાલે શિવસેનાને વધુ સમય આપવાનો ઇનકાર કર્યો હતો. શિવસેનાએ કહ્યું કે તેમને એનસીપી અને કોંગ્રેસનું સમર્થન પત્ર લેવામાં ત્રણ દિવસનો સમય થઈ શકે તેમ છે.આ અરજીમા શિવસેનાને આક્ષેપ લગાવ્યો છે કે રાજયપાલ ભાજપના ઈશારે પર કામ કરે છે તેમને સરકાર બનાવવા માટે વધુ સમય આપવામા આવ્યો નથી. શિવસેનાએ આક્ષેપ કર્યો છે કે ભાજપને સમર્થન માટે ૪૮ કલાક આપવામાં આવ્યા હતા જયારે શિવસેના અને એનસીપીને માત્ર ૨૪ કલાકનો સમય આપવામાં આવ્યો હતો.શિવસેનાએ કોર્ટને ઝડપથી સુનવણીની માંગ કરી હતી. સુપ્રિમ કોર્ટે રજીસ્ટ્રીને ચીફ જસ્ટીસે પૂછ્યું કે તેને કયારે લીસ્ટ કરવામા આવે.


આ પૂર્વે શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ અને અહમદ પટેલ સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. શિવસેના એમએલસી અનિલ દત્તાત્રેયે પાર્ટી તરફથી સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. શિવસેનાને કેન્દ્ર અને એનસીપી અને મહારાષ્ટ્ર સરકારને પ્રતિવાદી બનાવ્યા છે. આ અરજીમાં કહેવામા આવ્યું છે કે કોઈપણ ગવર્નર તે સમય સુધી એ નક્કી નહીં કરી શકે તેમની પાસે બહુમત છે અને જયારે સરકાર બનાવવાનો દાવો કરનારી પાર્ટીને વિધાનસભામા તેમ કરવાનો અવસર આપવામા આવતો નથી.

Share: