જનાદેશ ના અપમાન કરવા વાળા ભાજપ ને મહારાષ્ટ્ર માટે બે મોંઢા ની વાત શોભતી નથી

November 12, 2019
 186
જનાદેશ ના અપમાન કરવા વાળા ભાજપ ને મહારાષ્ટ્ર માટે બે મોંઢા ની વાત શોભતી નથી

ગોવા મણિપુર મિઝોરમ બિહાર અને કર્ણાટક રાજ્યમાં જનાદેશ નું અપમાન કરી સામ દામ દંડ ભેદ ની નીતી હાલ માં રાજ્ય સરકાર ચલાવી રહેલી ભાજપ ને મહારાષ્ટ્ર રાજ્ય ની 30 વર્ષો થી તેની સહયોગી પાર્ટી શિવ સેના ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમોને બધું લેખિત સ્વરૂપે આપો અને મહારાષ્ટ્ર મા મુખ્ય મંત્રી શિવસેના નો રહેશે તેવી વ્યાજબી માંગણી ભાજપ ઠુકરાવી રહ્યો છે તે તેને શોભતું નથી કારણ કે વાત મા કઈંક દમ છે એટલે જ ઉદ્ધવ ઠાકરે કહી રહ્યા છે ને તેનું મુખ્ય કારણ એ છે કે લોકસભા ચૂંટણી ના 15 મહિના પહેલા જ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને સાંસદ સજય રાઉત દ્વારા જ નરેન્દ્દ મોદી ની કેન્દ્ર સરકાર ની સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી હતી અને ઘણી વખત નરેન્દ્ર મોદી સરકાર ની ભૂલો ને જાહેર મા વખોડી હતી તેમજ આવનાર લોકસભા ચૂંટણી પણ હવે શિવ સેના અલગ થી લડશે તેવો અંદાજો આવી જતા ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સામેથી ઉદ્ધવ ઠાકરે ના બંગલે માતોશ્રી ના દ્વાર ખટખટાવ્યા હતા અને બંગલા મા સમજૂતી કરી હતી જે મુજબ અમિત શાહે ઉદ્ધવ ઠાકરે ને સમજાવીને કહ્યું હતું કે હવે ની લોકસભા ચૂંટણી આપણે સાથે મળીને લડીશું અને પછી 6 મહિના મા આવનાર વિધાન સભાની ચુંટણી પછી શિવ સેના નો ધારા સભ્ય જ મુખ્ય મંત્રી તરીકે રહેશે બન્ને નેતાઓ ની આ સમજૂતી ની ગંધ અમિત શાહે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ ને પણ આવવા દીધી નહોતી અગર દેવેન્દ્ર ફડણવીસ આ વાત જાણી ચૂક્યા હોત તો તેમની નારાજગી ને કારણે મહારાષ્ટ્ર ની ચુંટણી પ્રચાર વખતે જ તે નિષ્ક્રિય બની જાય અને મહારાષ્ટ્ર મા હાલ ભાજપ ના ૧૦૫ ધારા સભ્યો ચુંટાયા છે તે આંકડો ૫૦/૬૫ વચ્ચે જ સિમટી જાત.

શિવ સેના નો મુખ્ય મંત્રી રહેશે આ વાત મોદી શાહ અને ઉદ્ધવ ઠાકરે તેમજ આદિત્ય ઠાકરે જ જાણતા હતા તેથી જ મુંબઈ આરે ડેરી મા જે ૧૫૦૦ જેટલા ઝાડો કાપી નાખવામાં આવ્યા ત્યારે ઉતાવળ કરી ને આદિત્ય ઠાકરે બોલી ગયા હતા કે શિવ સેના ની સરકાર બનશે ત્યારે ઝાડ કાપી નાખનાર ને અમે સજા કરશું. આ વાત હવે જાહેર થઈ છે અને આવનાર સમયમાં મહારાષ્ટ્ર રાજ્ય ના ભાજપ ના નેતાઓ આ વાત જાણ્યા પછી હવે મોદી શાહ ઉપર વિશ્વાસ નહીં રાખે શિવ સેના કોંગ્રેસ અને એનસીપી થી ભાજપ મા આવેલા નેતાઓ જે સત્તા ની લાલચ મા ગયા હતા તે પાછા પોતાની પાર્ટીઓ મા ફરશે તે ટુંક સમયમાં જ જનતા જોશે. હાલ માં ભાજપ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે શિવ સેના જનાદેશ નું અપમાન કરી ને એનસીપી કોંગ્રેસ સાથે મલી ને સરકાર રચવા માંગતી હોય તો અમારી શુભ કામના છે.

પણ ભાજપ દ્વારા વર્ષો થી જનાદેશ નું અપમાન કરી ને જ સરકારો બની છે સત્તા ના મોહ મા આજની તારીખે બિહાર કર્ણાટક મણિપુર મિઝોરમ અને ગોવા મા ભાજપ દ્વારા જનાદેશ નું અપમાન કરી ને જ ધારા સભ્યો ને સામ દામ દંડ ભેદ ની નીતી થી જ તોડીને ભાજપે રાજ્ય મા સત્તા હાંસલ કરી છે જમ્મુ કાશ્મીર ની ચુંટણી સમયે પણ પીદીપી પાર્ટી પર આતંકવાદીઓ પર કૂણું વલણ રાખનાર અલગાવ વાદી પાર્ટી તરીકે આરોપ મૂકનાર નરેન્દ્ર મોદીએ સત્તા હાંસલ કરવા માટે મુફ્તી મોહમ્મદ અને મહેબુબા મુફ્તી સાથ જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવી છે.

ભાજપ નો સત્તા હાંસલ કરવા માટે નો ઇતિહાસ રહ્યો છે કે અભી બોલા અભી ભૂલ ગયા. મહારાષ્ટ્ર રાજ્ય ના અને દેશના સૌથી વધારે લોકપ્રિય શક્તિ શાળી નેતા શરદ પવાર ને ચુંટણી પ્રચાર વખતે નરેન્દ્ર મોદીએ એવું કીધું હતું કે જેમ ઘડિયાળ ના કાંટા ફરે છે તેમ શરદ પવાર ની એનસીપી ભ્રષ્ટાચાર કરે છે અને થોડા સમય પછી જ આ નેતા ને ભારત રત્ન પછીનો એવોર્ડ પદ્મ વિભૂષણ આપીને નરેન્દ્ર મોદીએ નવાજ્યા હતા અને તેમના માટે ખૂબ સારા શબ્દો કહી ને ભરપેટ વખાણ કર્યા હતા. આજે હરિયાણા અને મહારાષ્ટ્રમાં થયેલી વિધાન સભાની ચુંટણી માં જનતા એ ભાજપ ને જાણે ફેંકી દીધી છે તેવી જીત મળી છે તે કારણે જ મોદી શાહ ના હોઠ સિવાઈ ગયા છે. હવે આવનાર સમયમાં જનતા કે ભાજપ ના બીજી હરોળ ના નેતાઓ પણ મોદી શાહ પર વિશ્વાસ નહિ રાખે ભાજપ થી છેડો ફાડી ને અન્ય રાજકીય પક્ષો મા પાછા જશે તે લાગે છે.

- કલ્પેશ ભાટિયા (આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: