શહેરી વિસ્તારોમાં ડોકટર લેબોરેટરી અને સરકારી કર્મચારીઓ ના સેટિંગ થી દર્દી ઓ મોત ને પણ ભેટે છે

November 12, 2019
 188
શહેરી વિસ્તારોમાં ડોકટર લેબોરેટરી અને સરકારી કર્મચારીઓ ના સેટિંગ થી દર્દી ઓ મોત ને પણ ભેટે છે

ગુજરાત સરકાર મા વર્ષો થી ભાજપ ની સરકાર ચાલી રહી છે ધીરે ધીરે ભાજપ ના શાસન દરમિયાન સરકારી કર્મચારીઓ દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર મા ગળાડૂબ થઈ ગયા છે અને લાંચ લેવા માટે નવી નવી યુક્તિ ઓ અપનાવી ને ઈમાનદાર ધારા સભ્યો અને મંત્રીઓ ને પણ આસાની થી છેત્રે છે. જેમાં શહેરી વિસ્તારો મા આરોગ્ય સેવા મા સરકારી કર્મચારીઓ અને સરકારી હોસ્પિટલ ના ડોકટરો તેમજ ખાનગી હોસ્પિટલો ના ડોકટરો અને ખાનગી લેબોરેટરી ઓ ની પૈસા કમાવવા ની લહાય મા કેટલાય દર્દીઓ નું મોત પણ થઈ જાય છે પણ આ મગર જેવી જાડી ચામડી વાળા નાલાયક અસામાજિક તત્વો ની જેમ કામ કરતા રહેતા ચાંડાલ ચોકડીઓ ને કશો ફરક પડતો નથી. દર્દીઓ ને પૈસે ટકે લૂંટી લેવા માટે આ લોકો યુવા દર્દી ના સામાન્ય તાવ ને પેરેસિટામોલ ની ટેબ્લેટ કે ઇન્જેક્શન થી મટાડી શકે છે.

છતાં પણ દર્દીઓ ને શરૂ મા ગભરાવી ને દવાનો હલકો ડોઝ આપવામાં આવે છે અને તેના કારણે તાવ આવતો રહે છે અને પછી તેને લોહી ના ટેસ્ટ કરવા માટે પોતાની સેટિંગ વાળી લેબોરેટરી ખાતે જવા માટે કહેવામાં આવે છે અને આ દર્દી જયારે ડોકટર ના સેટિંગ વાળી લેબોરેટરી ખાતે લોહી આપવા માટે જાય છે ત્યારે અગાઉ થી ડોકટરે કહ્યા મુજબ લેબોરેટરી નો ડોકટર રિપોર્ટ બનાવે છે. જેને ઝેરી મેલેરીયા ટાઇફોઇડ ડેન્ગ્યુ કે અન્ય રોગો મા થી એક અસર ની વાત કરી ને દર્દી ને ૮/૧૦ દિવસ સુધી આર્થિક રીતે ખંખેરવા મા આવે છે. જેવો વિસ્તાર હોય જેવો ડોકટર હોય અને જેવો દર્દી હોય તે પ્રમાણે એક સામાન્ય સાદો તાવ કે મેલેરિયા કે વાયરલ ઇન્ફેક્શન મા મિડલ ક્લાસ વિસ્તાર મા દર્દીઓ ને ઝેરી મેલેરિયા ડેન્ગ્યુ જેવા રિપોર્ટ લેબોરેટરી ખાતે થી મેળવી ને ૮/૧૦ દિવસ માં હોસ્પિટલ ખાતે દાખલ કરી ને ૪૦૦૦૦ ચાલીસ હજાર રૂપિયા થી એક લાખ રૂપિયા અને વધુ રૂપિયા સુધી ની રકમ લઈ લૂંટવામાં આવે છે. એમાં સરકાર ના આરોગ્ય તંત્ર ના કર્મચારીઓ ની મિલી ભગત એ રીતે હોય છે જેમાં સરકારી તંત્ર ના સાફ સફાઈ કરતાં કર્મચારીઓ જે તે વિસ્તાર મા પોતાની ફરજ ના બજાવે તો પણ જાણી જોઈ ને તેને કશું કહેતા નથી.

સરકાર દ્વારા મચ્છર ના ત્રાસ ને દૂર કરવા માટે ફોગ્ મશીન થી દવા નો છંટકાવ કરવામાં નથી આવતો આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ દ્વારા ઘેર ઘેર પાણી ની ટાંકી મા દવા પણ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતી નથી. જેના કારણે મચ્છરો વધતાં રહે તે અને મચ્છર કરડે તાવ આવે ત્યારે જ ડોકટરો દવાની દુકાન વાળા લેબોરેટરી વાળા ની સાથે સાથે સરકારી હોસ્પિટલ ખાતે નોકરી કરતા ડોકટરો પણ કમાય કારણ કે સરકારી ડોકટરો દ્વારા દર્દીઓ ને ડરાવી ને કહેવામાં આવે છે કે તમે તત્કાળ ધોરણે ખાનગી હોસ્પિટલ માં સારવાર કરાવો નહિ તો દર્દી ની હાલત વધુ બગડશે.

ભાજપ સરકાર ની બેદરકારી એ રહે છે કે આ નેતાઓ મંત્રી દ્વારા દવાઓ બનાવતી એવો કંપનીઓ ને ઓર્ડર આપવામાં આવે છે જે નેતાઓ મંત્રીઓ ને વધતે કમિશન આપે પછી ભલે ને દવા પર ૫૦૦ mg ની માત્રા લખી હોય અને દવા ૨૫૦ કે ૩૨૫ mg ના પાવર ની હોય. આવો ભ્રષ્ટાચાર ભાજપ ના શાસન દરમિયાન ખુલ્લે આમ ચાલે છે અને અમે કેટલીય વખત દવા ચેક કરાવી છે પણ ચેક કરવા વાળા પણ સરકાર થી ડરવા ના કારણે છેલ્લે કોર્ટ મા જવા તૈયાર નથી હોતા.. એમાં છેલ્લે દર્દીઓ ના શરીર સાથે જ છેડછાડ થાય છે અને અમુક સમયે દર્દીઓ નું મોત પણ થાય છે ત્યારે નગ્ન સત્ય એ પણ છે કે આજની તારીખે ગુજરાત ના સેકંડો ખ્યાત નામ md ડોકટરો ભાજપ મા મલાઈ અને રૂપિયા કમાવવા જનતા ની સેવા કરવા ના નામથી જોડાયા છે તે લોકો આ ગોરખ ધંધા ને જાણે છે કારણ કે તે માંથી ઘણા લોકો એ આવા અસામાજિક ખોટા કામો કર્યા છે તે પણ દર્દીઓ ને લૂંટવામાં કોઈ કસર ન રાખનાર ને કશું કહેતા નથી. સમાજ પણ ચૂપ છે. હું જાણું છુ એટલે આ લખી રહ્યો છું.

- કલ્પેશ ભાટિયા (આ લેખમાં પ્રસિદ્ધ વિચારો લેખકના પોતાના અને અંગત છે. વેબસાઈટ તેની સાથે સંમત છે તેમ માનવું નહીં. તેની કોઈ જવાબદારી તેના તંત્રી કે માલિકની નથી)

Share: