મહારાષ્ટ્રમા આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ, રાજયપાલની ભલામણ પર રાષ્ટ્રપતિની મહોર

November 12, 2019
 600
મહારાષ્ટ્રમા આખરે રાષ્ટ્રપતિ શાસન લાગુ, રાજયપાલની ભલામણ પર રાષ્ટ્રપતિની મહોર

મહારાષ્ટ્રમા આખરે સરકાર રચનાની કવાયત વચ્ચે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામા આવ્યું છે. મહારાષ્ટ્રના રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ બપોરે જ રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ ગૃહમંત્રાલયને મોકલી આપી હતી. જેની બાદ કેન્દ્રીય કેબીનેટ તેને મંજુરી આપી હતી. જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવીંદે આજે મંજૂરી આપી દીધી છે.

મહારાષ્ટ્રમા રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ ગયું છે. જેને કેન્દ્રીય કેબિનેટે મંજુરી પણ આપી દીધી છે. રાજયપાલ ભવન તરફથી જાહેર કરવામા આવેલા નિવેદન મુજબ રાજયપાલને એ બાબતની ખાત્રી થઈ હતી કે બંધારણની જોગવાઈ મુજબ કોઈપણ પક્ષ સરકાર બનાવી શકે તે સ્થિતિમાં નથી. જેના લીધે બંધારણની કલમ ૩૫૬ હેઠળ તેમણે રાષ્ટ્રપતિને રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી છે.

મહારાષ્ટ્રના ગર્વનર ભગતસિંહ કોશીયારી સૌ પ્રથમ ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું હતું. જો કે ભાજપ શિવસેના વચ્ચે મુખ્યમંત્રી પદ માટે ઉભા થયેલા વિવાદે ભાજપને સત્તાથી દુર કરી દીધું હતું. તેમજ અલ્પમતમાં સરકાર બનાવવા ન માંગતા હોવાથી સરકાર રચનાની ના પાડી દીધી હતી.

જો કે તેની બાદ રાજયપાલે શિવસેનાને સરકાર રચવા માટે ૨૫૪ કલાકનો સમય આપ્યો હતો. જો તે દરમ્યાન શિવસેના એનસીપી અને કોંગ્રેસેને સાથે લેવામાં સફળ થયું ન હતું. તેમજ વધુ બે દિવસનો સમય માંગ્યો હતો. જેને રાજયપાલે નકારી દીધો હતો.

તેની બાદ એનસીપીને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. જેમાં આજે સાંજે ૮.૩ વાગે સુધી જવાબ આપવા જણાવ્યું હતું. જો કે આ દરમ્યાન સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ એનસીપીએ વધુ ૪૮ કલાકનો સમય માંગ્યો હતો. જેના લીધે રાજયપાલે ગૃહ મંત્રાલયને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હતી. જેને કેન્દ્રીય કેબીનેટ પણ મંજુરી આપી દીધી છે.

Share: