એરટેલ પોતાના આ યુઝર્સને ફ્રીમાં આપી રહી છે એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ

November 17, 2018
 661
એરટેલ પોતાના આ યુઝર્સને ફ્રીમાં આપી રહી છે એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ

ટેલીકોમ માર્કેટમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે ૩૯૯ રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને પહેલાથી વધુ ડેટા અને એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ ફ્રી આપવામાં આવી રહી છે. એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શનને એક્ટીવેટ કરવા માટે ૩૯૯ રૂપિયા પ્લાન વાળા પોસ્ટપેડ ગ્રાહકોને માય એરટેલ અથવા એરટેલ ટીવી એપને ડાઉનલોડ કરવી પડશે. આ એપ્સમાં તમારે એક એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપનું બેનર જોવા મળશે. તમને જણાવી દઈએ કે, જો તમારી પાસે પહેલાથી એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ છે તો તમારે આ મેમ્બરશિપ સમાપ્ત હોવાની રાહ જોવી પડશે.

એરટેલ ૩૯૯ રૂપિયા

એરટેલના ૩૯૯ રૂપિયાના પ્લાનની વાત કરીએ તો પ્લાનમાં યુઝર્સને ૪૦ જીબી સુધીની હાઈ-સ્પીડ ૩જી/૪જી ડેટા દરમહિને મળશે. તેમાં ૨૦૦ જીબી સુધીનો ડેટા રોલ-ઓવર સર્વિસ પણ મળશે. એરટેલ પોતાના એરટેલ ટીવી, ડબ્લ્યુવાઈએનકે મ્યુઝીક ની ફ્રી સબસ્ક્રિપ્શનની સાથે અનલિમિટેડ કોલ અને એસએમએસ બેનીફીટ્સ પણ આપી રહી છે.

તેના સિવાય યુઝર્સને ૫૧ રૂપિયાનું એમેઝોન પે ગીફ્ટ કાર્ડ અને પ્રથમ ૬ મહિનાના બીલ પર ૫૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. તમને જણાવી દઈએ કે, આ સમયે માર્કેટમાં લગભગ બધી ટેલીકોમ કંપનીઓ પોતાના પ્લાન્સને રિવાઈઝ કરી રહી છે. એવામાં જોવાનું રહેશે કે, એરટેલ યુઝર્સથી કેવો રિસ્પોન્સ મળશે.

Share: